રાહુલ ગાંધીએ મોદી સરકારના રાહત પેકેજની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ મોદી સરકારે ગરીબ, મજૂરો, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે આજે રાહત પેકેજની ઘોષણા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એકદમ યોગ્ય પગલું લીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે નાણાકીય સહાયતા પેકેજ એ સરકારનું યોગ્ય દિશામાં લેવાયેલું પહેલું પગલું છે.   રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પેકેજથી દેશના ગરીબ, નબળા લોકોને, મજૂરોને આર્થિક મદદ મળશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને રૂ. 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત

કોરોના વાઇરસથી દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનથી દેશના ગરીબ લોકો, મજૂરોસ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને રાહત આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રૂ. 1.70 લાખ કરોડ઼ના પેકેજની જાહેરાત કરી હતી. સરકારે ગરીબો માટે ખાદ્ય ખોરાકીની વ્યવસ્થા પણ કરી હતી. આ સિવાય તેમણે ખેડૂતો અને જનધન ખાતાઓમાં સીધા પૈસા જમા કરાવ્યા હતા. સરકારે જે મોટી જાહેરાત કરી છે, એમાં આગામી ત્રણ મહિના સુધી કર્મચારી અને કંપની વતી પ્રોવિડન્ટ ફંડમાં સરકાર યોગદાન પણ આપશે. આ 100થી ઓછા કર્મચારી ધરાવતી કંપનીમાં અને રૂ. 15,000થી ઓછા પગાર મેળવતા કર્મચારીઓને લાગુ પડશે.