અલ્હાબાદઃ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના તટ પર વસેલા પ્રયાગરાજને આવતા વર્ષે 15 જાન્યુઆરીથી શરુ થનારા કુંભના મેળા પહેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ મળી શકે છે. આ દેશની સૌથી તેજ ગતિથી બનનાર એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અને રેકોર્ડ 11 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
એએઆઈ એરપોર્ટ પર વધારે વિમાનોને ઉભા રાખી શકાય તે માટેની સુવિધા તૈયાર કરી રહ્યું છે. પ્રયાગરાજને દેશના અન્ય રાજ્યો સાથે જોડવાની માગ ખૂબ થઈ રહી છે અને તંત્ર દ્વારા વધારે વિમાનોને ઉભા રાખવા માટે પાર્કિંગ એરિયા બનાવવામાં આવી રહ્યા છે.
આ પહેલા બનાવવામાં આવેલી યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધારે પાર્કિંગ એરિયા બનાવવા માટે 40 કરોડ રુપિયા અને વધારે ખર્ચ થશે. આપને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં અલાહાબાદ હાઈકોર્ટ છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા તીર્થ યાત્રા કરવા માટે આવે છે અને લાખો છાત્રો અહીંયા અભ્યાસ પણ કરે છે અને એટલા માટે જ આ શહેરને જોડનારી હવાઈ યાત્રાની સેવાને સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડા મહિના પહેલા જ યૂપીના સીએમ યોગી આદિત્યનાથે એવિએશન મિનિસ્ટ્રીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ટર્મિનલ બિલ્ડીંગની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.