PF સબસ્ક્રાઇબર્સે લાભો પ્રાપ્ત કરવા આધાર લિન્ક કરવું જરૂરી

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડે (EPFએ) ગ્રાહકોને પહેલી સપ્ટેમ્બર સુધી તેમના પ્રોવિડન્ટ ફંડનાં ખાતાંનો નંબર આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે નિર્દેશ આપ્યા છે. PF એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની પ્રક્રિયા પૂરી કરવા માટેની સમય મર્યાદા પહેલાં પહેલી જૂન નિર્ધારિત કરવામાં આવી હતી, પણ પછી એને વધારીને પહેલી સપ્ટેમ્બર કરવામાં આવી હતી. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ PF યોગદાન અન્ય લાભો મેળવવા માટે આધાર કાર્ડ સાથે PF UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર)થી સાંકળવાનું ફરજિયાત કર્યું છે.  કેન્દ્રીય શ્રમ મંત્રાલયે આ નવા નિયમને લાગુ કરવા માટે સોશિયલ સિક્યોરિટી 2020ની કલમ 142માં સુધારો કર્યો છે.  જેથી કલમ 142 હેઠળ કર્મચારી અથવા અસંગઠિત કર્મચારીએ અથવા અન્ય કોઈ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવાની જોગવાઈ કરે છે. નિવૃત્ત સંસ્થાએ માત્ર એ કર્મચારીઓ માટે  એ સ્પષ્ટ કર્યું છે કે એમ્પ્લોયર (કંપની) માત્ર એ કર્મચારીઓ માટે ECR દાખલ કરી શકે છે, જેમના PF ખાતાં આધાર કાર્ડ સાથે લિન્ક થયેલા હોય.

જે કર્મચારીએ પોતાનો 12 આંકડાનો આધાર નંબર PF ખાતા સ3થે નહીં લિન્ક કર્યો હોય તેમને કોરોના રોગચાળા વખતે સરકારે જાહેર કરેલા વીમા લાભો કે એડવાન્સ જેવા લાભોથી વંચિત રહેવું પડશે. કોરોના રોગચાળાને કારણે EPFOએ પાંચ કરોડ સબસ્ક્રાઇબર્સને ફંડ ઉઠાવવાની મંજૂરી આપી હતી, જેથી રોગચાળા દરમ્યાન તેમની વધતી જરૂરિયાતોને પૂરી કરી શકે.