હવે ટ્રેનમાં વિના-ટિકિટે પ્રવાસ કરી શકાશે, જાણો, રેલવેનો નિયમ…

નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરવાવાળા માટે કામના ન્યૂઝ છે. હવે તમે ટ્રેનમાં વિના રિઝર્વેશન પણ પ્રવાસ કરી શકશો. હવે તમારે અચાનક યાત્રા કરવી પડે તો ગભરાવાની જરૂર નથી. પહેલાં આવા સમયે તત્કાળ ટિકિટ નો જ વિકલ્પ હતો, પણ એમાં ટિકિટ મળવી સરળ નથી હોતી. આવામાં રેલવે તમને એવી સુવિધા આપી રહી છે, જે હેઠળ હવે તમે વિના રિઝર્વેશન પણ પ્રવાસ કરી શકો છો.

જો તમારી પાસે રિઝર્વેશન નથી  અને તમારે અચાનક ટ્રેનમાં ક્યાંક જવાનું થયું તો તમારે માત્ર પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. તમે બહુ સરળતાથી ટિકિટ ચેકર પાસે જઈને ટિકિટ બનાવી શકો છો. આ નિયમ રેલવેએ જ બનાવ્યો છે. એના માટે તમારે તમારી પ્લેટફોર્મ ટિકિટ લઈને TTEથી સંપર્ક કવાનો રહેશે. પછી TTE તમારા ગંતવ્ય સ્થળ સુધી ટિકિટ બનાવી દેશે. જોકે ટ્રેનમાં સીટ ખાલી ન હોવા પર TTE તમને રિઝર્વ સીટ આપવાની મનાઈ ફરમાવી શકે છે. જો તમારી પાસે રિઝર્વેશન નથી એવી સ્થિતિમાં પણ યાત્રીથી રૂ. 250 પેનલ્ટી ચાર્જની સાથે તમે યાત્રાનું કુલ ભાડું આપીને ટિકિટ બનાવી શકો છો. રેલવેનો આ જરૂરી નિયમ તમારે જાણવો જરૂરી છે.

પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને યાત્રી ટ્રેનમાં ચઢી શકે છે. એની સાથે યાત્રીએ એ જ ટ્રેનનું ભાડું ચૂકવવાનું રહેશે, જ્યાંથી તેણ પ્લેટફોર્મ ટિકિટ લીધી છે. ભાડું વસૂલતી વખતે ટ્રેન શરૂ થાય તો ડિપાર્ચર સ્ટેશન પણ એ સ્ટેશનને માનવામાં આવશે. સૌથી મોટી વાત ભાડું પણ એ જ શ્રેણીનું આપવાનું રહેશે, જેમાં તમે પ્રવાસ કરતા હોવ.

જો તમારી ટ્રેન કોઈ કારણસર છૂટી ગઈ તો TTE આગામી બે સ્ટેશનો સુધી તમારી સીટ કોઈને અલોટ નહીં કરી શકે. એટલે તમે આગામી બે સ્ટેશનનો પર તમે ટ્રેનથી પહેલાં પહોંચીને પ્રવાસ શરૂ કરી શકો છો.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]