2030 સુધીમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરાશેઃ સરકારે જાહેર કર્યો રોડમેપ

નવી દિલ્હી: નવી શિક્ષણ નીતિનો અમલ કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 6 મુદ્દાનો મુસદ્દો બહાર પાડ્યો છે. સરકારે 2030 સુધીમાં દેશભરમાં નવી શિક્ષણનીતિનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે કોઈપણ નીતિ માટે યોગ્ય રીતે કાર્ય કરવામાં આવે તો જ સફળ થઈ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ નીતિ ભારત કેન્દ્રિત અને એટલી નક્કર અને મજબૂત હશે કે તે નવા ભારતના નિર્માણમાં પાયાનો આધાર સાબિત કરશે. પોખરિયાલે જણાવ્યું હતું કે બે લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયાં છે અને તેઓની ખૂબ કાળજી સાથે વિચારણા કરવામાં આવી રહી છે.સરકારે જણાવ્યું છે માનીએ તો નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીને કોઈપણ શાળાકીય સત્રમાં બોર્ડની પરીક્ષામાં બે વાર બેસવાની તક આપવામાં આવશે. પોખરિયાલે કહ્યું કે વિદ્યાર્થીઓએ અવરોધો અને સમસ્યાઓથી ક્યારેય ડરવું જોઈએ નહીં, અને તેઓએ વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારવું જોઇએ..