સંસદના સત્રનો પ્રથમ દિવસ: કોઇ આવ્યા સાઇકલ લઇને, કોઇ ઇ-કાર લઇને…

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થઈ ગયું છે. સોમવારે શિયાળુ સત્રની શરુઆતમાં પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો. કોંગ્રેસ સાંસદ તરુણ ગોગઈએ સંસદની બહાર પ્રદર્શન કર્યુ તો કેટલાક સાંસદો પર્યાવરણનો સંદેશ આપવા માટે સાયકલ પર સવાર થઈને સંસદ ભવન પહોંચ્યા. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરએ સંસદ પહોંચવા માટે ઈ-કારનો ઉપયોગ કર્યો.

 

દિલ્હી ભાજપના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીએ પ્રદૂષણ મુદ્દે સતત કેજરીવાલ સરકાર પર નિશાન તાક્યુ હતું. મનોજ તિવારી પણ સાઈકલ ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા. મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી છે, હવા શુદ્ધ છે પણ પાણી પીવા લાયક નથી.

પહેલા દિવસે સંસદની બહારનો નજારો

સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપવા માટે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીની સાથે સંસદ ભવન જઈ રહેલા વડાપ્રધાન મોદી

રાજ્યસભા સાંસદ અને ઓલમ્પિક પદક વિજેતા મેરી કોમ ભારતીય પારંપરિક પોશાક સાડીમાં જોવા મળ્યા.

ભાજપા સાંસદ અને બોલિવુડ અભિનેત્રી હંમેશાની જેમ ખુશમીજાજમાં સંસદ ભવન પહોંચ્યા.

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કુદરતી આપદા જાહેર કરવાની માગને લઈને શિવસેના સાંસદોએ સંસદ પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાં પાસે વિરોધ પ્રદર્શન કર્યું.

ભાજપા સાંસદ મનોજ તિવારીએ વધતા જતા વાયુ પ્રદૂષણનો સંદેશો પાઠવવા સાઈકલ ચલાવીને સંસદ ભવન પહોંચ્યા.

ભાજપા સાંસદ અને બોલીવુડ અભિનેત્રી કિરણ ખેર અને વીકે સિંહ સંસદ ભવન પહોંચ્યા.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ વધતા જતા વાયુ પ્રદૂષણ વિરુદ્ધ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાં સામે વિરોધ પ્રદર્શન કર્યું.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ઈલેક્ટ્રીક કારમાં સંસદ ભવન પહોંચ્યા.