IVFથી જન્મેલા બાળક પર માત્ર માતાનો અધિકારઃ હાઇકોર્ટ

કોચીઃ કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે IVFથી જન્મેલા બાળકના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રેશન માટે પિતાની માહિતી માગવી યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતું કે IVF જેવી સહાયક પ્રજનન ટેક્નિકો (ART)થી એકલી મહિલાને ગર્ભધારણની માન્યતા આપવામાં આવી છે અને એ પદ્ધતિથી જન્મેલાં બાળકોના જન્મ-મૃત્યુના રજિસ્ટ્રેશનમાં પિતા વિશે માહિતી માગવી એ માતાની સાથે-સાથે તે બાળકના સન્માનના અધિકારને અસર કરી શકે છે. હાઇકોર્ટે કેરળ સરકારને આવા મામલા માટે અલગ પ્રકારની અરજી પત્ર બનાવવા નિર્દેશ આપ્યો છે.

હાઇકોર્ટે આવું કરવું મહિલા અને બાળકના સન્માને ઠેસ પહોંચાડવું છે. આ અરજીમાં એક છૂટાછેડાવાળી મહિલાને જણાવ્યું હતું કે તે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા ગર્ભવતી થઈ છે. હાલ આઠ મહિનાનો ગર્ભ છે. જન્મ-મૃત્યુ રજિસ્ટ્રેશન નિયમાવલિ 1970 હેઠળ તેને જન્મ પ્રમાણપત્રની અરજીમાં બાળકના પિતાનું નામ લખવાનું હોય છે. તેણે કહ્યું હતું કે તે ઇચ્છા હોવા છતાં બાળકના પિતાનું નામ નથી બતાવી શકતી, કેમ કે IVFમાં શુક્રાણુ દાનકર્તાનું નામ ઘોષિત નથી કરી શકાતું.

સરકારે મહિલાઓને ઉચિત અરજીપત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ, જેમાં એ માહિતી ના પૂછવામાં આવવી જોઈએ. હાઇકોર્ટે એક મહિલાની અરજી પર એ ચુકાદો આપતાં કેરળ સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે આ મામલાઓ માટે અલગ પ્રકારની અરજી પત્ર બનાવવા સહિત પ્રમાણ પત્રમાં પણ એનું ધ્યાન રાખવામાં આવે.હાઇકોર્ટે કહ્યું હતું કે મહિલા આઠ મહિનાની ગર્ભવતી છે, એટલે કેરળ સરકાર યોગ્ય પગલાં ભરે. ART મામલામાં એકલ અવિવાહિત માતા અથવા અભિભાવક માટે અલગ ફોર્મ બનાવો, જેમાં પિતાનું નામ ન પૂછો. આ ઉપરાંત મૃત્યુના પ્રમાણપત્ર જારી કરતાં પિતા અથવા પતિનું નામ પૂછતા વિકલ્પમાં ત્રીજો વિકલ્પ માતાનું નામ પણ જોડો.