હૈદરાબાદ : હૈદરાબાદના સરૂર નગર સ્ટેડિયમમાં એક જનસભાને સંબોધન કરતા મોહન ભાગવતે કહ્યુ કે કે સંઘ ભારતની 130 કરોડની વસ્તીને હિન્દુ સમાજના રુપમાં માને છે, પછી ભલે તેનો ધર્મ અને સંસ્કૃતિ ભલે અલગ હોય. તેમણે કહ્યુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જે લોકો રાષ્ટ્રવાદની ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરે છે, તેઓ હિન્દુ છે. આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે. તેમણે કહ્યુ કે સંપૂર્ણ સમાજ અમારો છે અને સંઘનો ઉદેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો છે.
મોહન ભાગવતે કહ્યુ, “ભારત માતાનો સપૂત કોઈ પણ ભાષા બોલે, તે કોઈ પણ ક્ષેત્રનો હોય, કોઈ પણ સ્વરૂપની પૂજા કરતો હો કે પછી કોઈ પણ પ્રકારની પૂજામાં વિશ્વાસ ધરાવતો ન હતો, સંધ માટે ભારતના તમામ 130 કરોડ લોકો હિન્દુ સમાજ છે. આરએસએસ તમામ લોકોનો સ્વીકાર કરે છે. આરએસએસ તેમના માટે સારું વિચારે છે અને તેમના સારા માટે ઉચ્ચ સ્તર સુધી લઈ જવા માંગે છે.” ભાગવતે તેલંગાણામાં આરએસએસ સભ્યો માટે ત્રણ દિવસની ‘વિજય સંકલ્પ શિબિર’ અંતર્ગત જનસભાને સંબોધતા આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, ‘જ્યારે હું હિન્દુ કહું છું તો કોઈને બાકી નથી રાખતો. જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને જન, જળ, જંગલ, જમીન અને જાનવરથી પ્રેમ કરે છે અને તમામનું કલ્યાણ કરતી શ્રેષ્ઠ સંસ્કૃતિનું આચરણ કરે છે, તેઓ હિન્દુ છે. સંઘની નજરમાં 130 કરોડનો આખો સમાજ હિન્દુ છે.’