નવી દિલ્હીઃ શહેરી વિસ્તારમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભાર્થી મોબાઈલ એપ દ્વારા ઘર માટે અરજી કરી શકશે. આવાસ અને શહેરી વિકાસ બાબતોના રાજ્યપ્રધાન હરદીપસિંહ પુરીએ પીએમએવાયની મોબાઈલ એપ્લિકેશન શરુ કરી છે.
આ અવસર પર વર્તમાન આવાસ અને શહેરી વિકાસ સચિવ દુર્ગાશંકર મીશ્રાએ કહ્યું કે મોબાઈલ એપમાં લાભાર્થિઓ માટે ઘરનું આવેદન કરવા અને આવેદનની પ્રગતીની જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધાને પણ જલ્દી જ જોડી દેવામાં આવશે. પુરીએ એપ સેવાથી સંબંધ અધિકારીઓને એપ દ્વારા નવા આવેદન કરવાની સુવિધાને પણ જોડવા માટે આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે આ એપ દ્વારા જન સામાન્ય માટે પીએમએવાય અંતર્ગત જાહેર આવાસ યોજનાઓની કામ કેટલું થયું તે મામલે જાણકારી પ્રાપ્ત કરવાનું શક્ય બનશે.
તો આ સાથે જ કોઈપણ લાભાર્થી આ એપ દ્વારા એ જાણકારી પ્રાપ્ત કરી શકશે કે પીએમએવાય અંતર્ગત તેને આપવામાં આપવામાં આવેલા ઘરનું કેટલું નિર્માણ થયું છે અને તેને પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે. રિયલ ટાઈમ સેવાથી લેસ આ એપ્લિકેશનન દ્વારા નિર્મિત અથવા નિર્માણાધીન ઘરોની વર્તમાન સ્થિતીને લાભાર્થી ફોટો અથવા વીડિયો એપ પર અપલોડ કરી શકશે.
પુરીએ કહ્યું કે આ સુવિધાથી વિભિન્ન આવાસ પરિયોજનાઓની વર્તમાન પ્રગતિથી મંત્રાલયને પણ અવગત થવાનો લાભ પ્રાપ્ત થશે. તેમણે જણાવ્યું કે પીએમએવાય અંતર્ગત અત્યાર સુધીમાં 73 લાખ સ્વીકૃત, 40 લાખ નિર્માણાધીન અને 15 લાખ નિર્મિત ઘરોની રિયલ ટાઈમ આધારિત વસ્તુસ્થિતીને એપ પર અપલોડ કરી દેવામાં આવી છે.
એપના મહત્વ મામલે પુરીએ જણાવ્યું કે આને ન માત્ર લાભાર્થિઓની સુવિધામાં વધારો થશે પરંતુ યોજનામાં જવાબદારી અને પારદર્શિતા પણ આવશે. ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોમાં પીએમએવાય અંતર્ગત નિર્મિત આશરે 15 લાખ ઘરોમાં અત્યાર સુધી 11.80 લાખ ઘર લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે. યોજના અંતર્ગત 2022 સુધી એક કરોડ લોકોને આવાસ સુવિધા પ્રાપ્ત કરાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.