જીવતો સાપ કાકડીની જેમ ખાતો શખસ, વિડિયો વાઇરલ…

નવી દિલ્હીઃ વિશ્વમાં સાપનો ડર દરેક ખૂણામાં જોવા મળે છે. જોકે દરેક સાપ ઝેરીલો નથી હોતો. એનાથી પણ ખાસ વાત એ છે કે વિશ્વમાં કેટલાય દેશ એવા છે, જ્યાં સાપ એવા ભોજનનો હિસ્સો છે- જેમાં મારા-તમારા જેવા લોકો શાકભાજી ખાય છે, એમ સાપ ખાય છે. જોકે આપણને ખાસ કરીને શાકાહારી લોકોને સાપ પાસેથી પણ પસાર થાય તો આપણે ડરી જઈએ છીએ, પણ સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જીવતો સાપ હાથમાં પકડીને કાચો ચાવી જાય છે. જેમ આપણે કાકડી કે ગાજર ખાઈએ, એમ તે સાપ ખાય છે. આ વિડિયો જોઈને આપણા રૂંવાડાં ઊભાં થઈ જાય છે. વળી, સાપ ખાનાર વ્યક્તિના હાવભાવ પણ તમને હેરાન કરી દેશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે એ વિડિયો ભારતમાં જ ક્યાંક શૂટ કરવામાં આવ્યો છે.

પ્રાણીઓને જોટાયેલા બહુબધા વિડિયો વાઇરલ થતા રહે છે, પણ આ વિડિયો બિલકુલ અલગ પ્રકારનો છે. એક વ્યક્તિ બાઇકમાં બેસીની હાથમાં કેટલાક સાપ જીવતા પકડીને બેઠો છે. એ વ્યક્તિ હીરો હોન્ડા પર બેઠો છે. એ વ્યક્તિ વિડિયોમાં સાપોને કાપી-કાપીને ખાઈ રહ્યો છે અને એ જીવતા હોવાથી તેને કોઈ ફક નથી પડી રહ્યો. એની ચારે તરફ લોકો જમા થઈ ગયા છે અને બધા તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે આ સાપના ખાવાથી તે વ્યક્તિને કશું થઈ તો નહીં જાયને?  પણ આ બધાનો તેને કોઈ ફરક નથી પડતો, તે વ્યક્તિ તો પોતાની મસ્તીમાં સાપને બટકાં ભરી-ભરીને મજાથી ખાઈ રહ્યો છે.    

યુટ્યુબ પર શેર કરવામાં આવેલો એ વિડિયો Gulte.com નામની ચેનલ પર જોવા મળી રહ્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]