નવી દિલ્હીઃ તૃણમૂલ સાંસદ મહુઆ મોઉત્રાએ પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો મામલો સ્વીકાર કરી લીધો છે. તેમણે બિઝનેસમેન દર્શન હીરીનંદાનીને લોકસભા વેબસાઇટનો પોતાનો લોગઇન ID અને પાસવર્ડ શેર કર્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જેથી બિઝનેસમેન તેમની તરફથી સવાલ કરી શકે.
તેમણે કહ્યું હતું કે તેમણે હીરાનંદાની ગ્રુપના CEO દર્શન હીરાનંદાની પાસેથી ગિફ્ટ સ્વરૂપે માત્ર એક સ્કાર્ફ, કેટલીક લિપસ્ટિક અને આઇશેડો સહિત અન્ય મેકઅપનો સામાન મળ્યો હતો. તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમણે તેમને ઉપયોગ કરવા દીધો હતો.
જોકે તેમણે સવાલ પૂછવા માટે પૈસા લેવાના આરોપોનું અને હીરાનંદાનીથી લાંચ લેવાના આરોપોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મેં અન્યોની સાથે પણ મારા લોગઇન ID અને પાસવર્ડ શેર કર્યા છે, કેમ કે હું રિમોટ એરિયામાં કામ કરું છું, એટલે હું ઘણી વ્યસ્ત રહું છું. તેમણે કહ્યું હતું કે સવાલ ટાઇપ કર્યા પછી મને મોકલવામાં આવતા હતા. હું સવાલોનું વાંચતી હતી. આ સવાલોને ટાઇપ કર્યા પછી મારા મોબાઇલ પર એક OTP આવે છે. જે એ OTP તેમને આપતી હતી. એ પછી સવાલ નોંધાતા હતા.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મહુઆ પૈસા અને મોંઘી ગિફ્ટ લઈને સંસદમાં સવાલ પૂછતાં હતાં, જેને તેમણે લોકસભાની એથિક્સ કમિટીની પાસે મોકલી દીધા છે. હવે મહુઆ મોઇત્રાએ 31 ઓક્ટોબરે એથિક્સ કમિટીની સામે હાજર થવાનું છે. આ પહેલાં એથિક્સ કમિટીએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંતથી પૂછપરછ કરી હતી.