મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન તૂટવા અને સરકાર ન બન્યાં બાદ ભાજપની અંદર રાજકીય ગતિવિધિ તેજ છે. મંગળવારે પાર્ટી એકમે કોર કમિટી બેઠક બોલાવાઈ હતી જેમાં પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પંકજા મૂડે શામેલ થયાં ન હતાં. જોકે ભાજપે દાવો કર્યો હતો કે તેમણે ઉપસ્થિત ન રહેવાની મંજૂરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે બેઠકના પહેલાં પક્ષના નેતા એકનાથ ખડસેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. તેમણે હાલમાં જ ભાજપ કાર્યકરો પર પક્ષના ઉમેદવારો વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી પક્ષમાં ભારે ઉથલપાથલ મચી છે.
ખડસેએ એમપણ કહ્યું હતું કે પંકજા મૂંડે અને રોહિણી ખડસેની હાર માટે ભાજપના લોકો જ જવાબદાર છે. આ માટે તેઓ બેઠકમાં હાજર નથી રહ્યાં. મૂંડે 12 ડીસેમ્બરે બીડમાં ગોપીનાથગઢમાં યોજાનારી રેલીની તૈયારીઓમાં વ્યસ્ત છે.પોતાના પિતા ગોપીનાથ મૂંડેની જયંતિ પર દર વર્ષે જનસભા કરનાર મૂંડે ભાજપની એકમસ્તરની બેઠકમાં સામેલ નથી થયાં. તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે તેઓ અસ્વસ્થ હોવાથી બેઠકમાં ભાગ લઇ શક્યાં નથી.
જણાવીએ કે ઓક્ટોબરમાં થયેલી ચૂંટણીમાં પરલી બેઠક પર પોતાના પિતરાઈ ભાઈ રાકાંપા નેતા ધનંજય મૂંડેથી હારી ગયાં બાદ પંકજા ભાજપથી ખુશ નથી. ખડસેએ પણ પોતાની નારાજગી વારંવાર વ્યક્ત કરી છે.રવિવારે જ તેમણે કહ્યું હતું કે પક્ષમાં તેમનું સન્માન નહીં જળવાય તો અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે. તેમણે એ પણ કહ્યું કે પક્ષ સાથે નહીં પણ બેત્રણ નેતા સામે તેમની નારાજગી છે. ઉદ્ધવ અને રાકાંપા અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત અંગે તેમણે કહ્યું કે તે મુલાકાતનું રાજનીતિક મહત્ત્વ નથી. ખડસે સોમવારે દિલ્હીમાં તેમને મળ્યાં હતાં.