કમર્શિયલ વપરાશનું LPG સિલિન્ડર 91-રૂપિયા સસ્તું થયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી ઉપયોગ માટેના અને 19 કિલોગ્રામ વજનના એલપીજી ગેસ સિલિન્ડરોની કિંમતમાં રૂ. 91.50નો ઘટાડો કર્યો છે. આને કારણે ગ્રાહકોને મોટી રાહત થશે.

નવો ભાવ આજે 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. મુંબઈમાં હવે આ કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.1,844માં પડશે.