ઈન્દિરા ગાંધીના આ નિર્ણયો હંમેશા રહેશે યાદ….

નવી દિલ્હીઃ ભારતના આયરન લેડી તરીકે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે પહેલુ નામ જેનું આવે તે છે ઈન્દિરા ગાંધી. ત્યાં સુધી કહેવામાં આવે છે. ઈન્દિરા ગાંધી ક્યારેય કડક નિર્ણયો લેવામાં પાછા પડતા નહોતા. બાંગ્લાદેશ તેમના જ કારણે આજે એક આઝાદ દેશ બની શક્યો છે. ઈન્દિરા ગાંધીએ જ ત્યાં પોતાની સેના મોકલવાનો નિર્ણય કર્યો અને તેનો અંત 80,000 પાકિસ્ચતાની સૈનિકોના આત્મસમર્પણ અને બાંગ્લાદેશની આઝાદીથી થયો હતો.

ઈમરજન્સી

19 નવેમ્બર 1917 માં જન્મેલા ઈન્દિરા ગાંધીનું બાળપણ રાજનૈતિક માહોલ વચ્ચે જ વિત્યું હતું. આ જ કારણ હતું કે તેમને આની સુક્ષ્મતાઓને નજીકથી સમજી અને આના કારણે જ તેમને પોતાના કાર્યકાળ દરમિયાન મોટા અને કડક નિર્ણયો લેવાની સમજ મળી. તેમના દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો તેમની મજબૂત છબીને દર્શાવે છે. જો કે તેમણે જે ઈમરજન્સીનો નિર્ણય લીધો તેનો વિરોધ આખા દેશમાં થયો હતો. આનું પરિણામ એ આવ્યું કે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર બની. જો કે આ સરકાર થોડા જ સમયમાં પડી ગઈ અને દેશની જનતાએ બીજીવાર ઈન્દિરા ગાંધી પર વિશ્વાસ મૂક્યો હતો.

ભારતનો ન્યૂક્લિયર ટેસ્ટ

જે સમયે દુનિયાના શક્તિશાળી દેશ ભારતને લઈને ધમકાવવામાં જોતરાયેલા હતા તે જ સમયે ઈન્દિરા ગાંધીએ ન્યૂક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. આ ટેસ્ટે ભારતને પરમાણુ શક્તિના રુપમાં સ્થાપિત કર્યો હતો. જે કે દુનિયાના મોટા દેશો આનાથી નારાજ હતા અને ભારતને તેમના કડક વલણનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આનાથી ન તો ઈન્દિરા ગાંધી ગભરાયા અને ન તો વિચલિત થયા. તેમણે સતત ભારતને વિકાસના પથ પર અગ્રેસર રાખ્યું. તેમના આ નિર્ણયે દુનિયાને એ જણાવી દીધું કે ભારત પોતાના હિત માટે કોઈપણ પગલું ભરવાથી પાછળ નહી હટે.

જ્યારે લખ્યો માર્ગરેટ થૈચરને પત્ર

તેમના કડક નિર્ણયોમાં શ્રીલંકાને લઈને કરવામાં આવેલા નિર્ણયનો પણ સમાવેશ થાય છે. ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે શ્રીલંકામાં તમિલ સમસ્યાને વાતચિત દ્વારા પતાવવામાં આવે. તો બીજીબાજુ બ્રિટન શ્રીલંકાની સેનાને તેમને પહોંચી વળવા માટે ટ્રેનિંગ આપી રહ્યું હતું. એટલા માટે ઈન્દિરા ગાંધીએ બ્રિટનના વડાપ્રધાન માર્ગરેટને પત્ર લખીને આવું ન કરવાની સલાહ આપી. તેમનું કહેવું હતું કે આનાથી તમિલો વધારે ભડકશે અને સ્થીતી વધારે ખરાબ થશે. ઈન્દિરા ગાંધીએ કહ્યું કે જો બ્રિટનને શ્રીલંકાની મદદ જ કરવી હોય તો તે રાષ્ટ્રપતિ જયવર્દને સાથે આનું સ્થાયી સમાધાન લાવવાની અપીલ કરે. આના માટે સર્વદલીય બેછક બોલાવે અને સમસ્યાનું સમાધાન લાવે.

ઓપરેશન બ્લૂ સ્ટાર

પોતાના વડાપ્રધાનના કાર્યકાળમાં તેમણે ખાલીસ્તાનની કમર તોડવા માટે જે ઓપરેશન બ્લૂ સ્ટારનો નિર્ણય કર્યો તે સરળ નહોતું. ઈન્દિરા ગાંધીને ચોક્કસ એ વાતનો ખ્યાલ જ હશે કે આની રાજનૈતિક સ્તર પર શું અસર પડશે, પરંતુ પંજાબ ખાલિસ્તાન સમર્થકોની જકડમાં ફસાતું જઈ રહ્યું હતું. ઉગ્રવાદ પોતાની ચરમ સીમા પર પહોંચી ગયો હતો. જેથી તેમના માટે આ નિર્ણય જરુરી બની ગયો હતો. સુવર્ણ મંદિરમાં સેનાનો હુમલો અને જરનૈલ સિંહ ભિંડરાવાલાનું મૃત્યું જ આનું પરિણામ હતું.

શિખોની નારાજગી

તેમને ચોક્કસ એ વાતનો અંદાજ હતો કે તેમના સુવર્ણ મંદિરમાં સેના મોકલવાના નિર્ણયથી શિખો નારાજ થઈ શકે છે. 30 ઓક્ટોબરના રોજ ઓડિશામાં આપેલા પોતાના ભાષણમાં જે શબ્દો કહ્યા હતા તેને જોતા ખ્યાલ આવે કે તેમને ક્યાંકને ક્યાંક અંદાજ આવી ગયો હતો કે તેમની હત્યા થઈ શકે છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે તેમની પાસે આ વાતને લઈને ગુપ્ત જાણકારી પણ હતી કે તેમના સુરક્ષા કર્મચારી તેમના જીવ માટે જોખમી બની શકે છે. આટલું જ નહી તેમને પોતાના સુરક્ષા કર્મચારીઓ બદલવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમને આ સલાહ માનવાની ના પાડી દીધી હતી.

તેમની હત્યાથી દુનિયામાં શોક

31 ઓક્ટોબરના રોજ તેમના સરકારી આવાસ પર જે ઘટના ઘટી એ આખી દુનિયાએ જોઈ. પોતાના સુરક્ષા કર્મચારીઓની ગોળીઓથી તેમનું શરિર વિંધાઈ ગયું હતું. બાદમાં જ્યારે તેમને એઈમ્સ લઈ જવામાં આવ્યા ત્યાં સુધી તેમની સ્થીતી અત્યંત ખરાબ થઈ ગઈ હતી. તેમને 80 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું પરંતુ ડોક્ટરો તેમનો જીવ ન બચાવી શક્યા. આ ઘટનાએ આખી દુનિયાને શોકમાં નાંખી દીધી.