બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ સ્પીકરે બાગી ધારાસભ્યોની અયોગ્યતા મામલે તેમને મંગળવારે રજૂ થવા કહ્યું છે. સ્પીકરે 11 બાગી ધારાસભ્યોને પત્ર લખીને મંગળવાર સવારે 11 વાગ્યા સુધી રજૂ થવા કહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ-સેક્યૂલર (જેડી-એસ)ના 15 બળવાખોર ધારાસભ્ય અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ વિધાનસભામાં સોમવારના ફ્લોર કરવાના આદેશ આપવાની માગ કરતી રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીકર્તા ધારાસભ્યથી વિધાનસભાના આર. રમેશ અને મુખ્યપ્રધાન એચ.ડી કુમારસ્વામીને સોમવારના સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસ મતનું આયોજન કરવાનો આદેશ આપવાની માગ કરી છે.
પ્રદેશના 15 બળવાખોર અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ તેમની સંયુક્ત અરજીમાં કહ્યું, અમે મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી દ્વારા 18 જુલાઇના કાર્ણાટક વિધાનસભામાં લાવેલા વિશ્વાસ મત પ્રસ્તાવ પર 22 જુલાઇની સાંજે પાંચ વાગ્યાથી પહેલા શક્તિ પરીક્ષણ કરવાના આદેશ આપવાની માગ કરી છે.
ફ્લોર ટેસ્ટ પહેલા સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં એક નવો મોડ આવ્યો છે. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારનું કહેવું છે કે, જેડીએસ સરકાર બચાવવા માટં કોઈ પણ પ્રકારના ત્યાગ માટે તૈયાર છે. એટલું જ નહીં એચ.ડી. કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈ પણ અન્ય સભ્યને પણ મુખ્યપ્રધાન બનાવવા માટે તૈયાર છે.
ડીકે શિવકુમારના અનુસાર, તેમણે (JDS) આ અંગે હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલા ડીકે શિવકુમારનું આ નિવેદન શું સરકારને બચાવી શકશે, તેના પર સૌની નજર છે.
સોમવારે સદનમાં બહુમતી સાબિત કરતા પહેલા બધા દળોએ તેમના તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી. ભાજપે તેમના ધારાસભ્યો સાથે હોટલમાં બેઠક કરી. તો બીજી તરફ જેડીએસ અને કોંગ્રેસ તેમના ધારાસભ્યો સાથે અલગ અલગ બેઠક કરી.