જે.પી. નડ્ડા 2024ના જૂન સુધી ભાજપ-પ્રમુખ પદે

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જગત પ્રકાશ નડ્ડાની મુદત 2024ના જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે અહીં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં કરી હતી.

આ નિર્ણય આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં લેવામાં આવ્યો હતો. નડ્ડાની મુદત લંબાવવાનો પ્રસ્તાવ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રજૂ કર્યો હતો જેનો રાષ્ટ્રીય કારોબારીના સભ્યોએ સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો. નડ્ડાએ 2019ના જૂનમાં પક્ષનું પ્રમુખપદ સંભાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 2024ના મે મહિનામાં નિર્ધારિત છે. તેમાં દેશની જનતા 18મી લોકસભાના સદસ્યોને મત આપીને ચૂંટશે.