મિલિટરી પોલીસ સોલ્જર બનવાની મહિલાઓ માટે ઉત્તમ તક

નવી દિલ્હી: ભારતીય ભૂમિદળ (Indian Army)માં જોડાઈને દેશ માટે સેવા કરવાની ઉત્તમ તક છે. ભારતીય ભૂમિદળમાં સોલ્જર જનરલ ડ્યૂટી (મહિલા સેન્ય પોલીસ)માં ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમાં 99 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર joinindianarmy.nic.in વેબસાઈટ પરથી 31 ઓગસ્ટ 2020 સુધીમાં અરજી કરી શકે છે.

ભારતીય ભૂમિસેના દ્વારા અંબાલા, લખનૌ, જબલપુર, બેંગ્લોર, શિલોન્ગ અને પૂણેમાં ભરતી રેલીનું આયોજન કરશે. રેલીમાં જોડાવા માટે એડમિટ કાર્ડ રજિસ્ટર્ડ ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે.

સૈનિક જનરલ ડ્યુટી (મહિલા સૈન્ય પોલીસ) માટે પાત્રતા માપદંડ:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર મેટ્રિક/10મી/ એસએસએલસીમાં ઓછામાં ઓછા 45 ટકા માર્કસ સાથે પાસ હોવા જોઈએ.
  • ન્યૂનતમ શારીરિક આવશ્યકતાઓ: ઉંચાઈ – 152 સે.મી.
  • વજન – ઉંચાઈ અને વયનું પ્રમાણ આર્મીના તબીબી ધોરણો અનુસાર હોવું જોઈએ.
  • ઓછામાં ઓછી વય મર્યાદા 17 અને વધુમાં વધુ 21 વર્ષ. 

પસંદગી પ્રક્રિયા:

મેડિકલી ફીટ ઉમેદવારોની પસંદગી સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષાનું સ્થાન, રેલી સ્થળની તારીખ અને સમય ભારતીય સૈન્યના પ્રવેશ કાર્ડના માધ્યમથી જણાવવામાં આવશે. યોગ્ય અને રુચિ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 31 ઓગસ્ટ 2020 સુધી સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકે છે.