મહિલા દિવસે યોગ, ધ્યાન અને ચક્રા ડાન્સનું આયોજન

ઋષિકેશઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પરમાર્થ નિકેતનમાં યોગાચાર્ય કિયા મિલર દ્વારા વિશેષ યોગ અને મેક્સિકોથી આવેલાં યોગાચાર્ય વૃંદા દ્વારા ધ્યાન અને કેનેડાથી આવેલાં તારાજીએ ચક્રા ડાન્સનું આયોજન કર્યું હતું. વિશ્વના 76 દેશો અને ભારતનાં 20 રાજ્યોથી આવેલા 1551 યોગી પરમાર્થ નિકેતનથી ધીરે-ધીરે વિદાય થઈ રહ્યા છે. જોકે યોગીઓ પર હજી પણ યોગનો જાદુ છવાયેલો છે.

પરમાર્થ નિકેતનના પરમાધ્યક્ષ સ્વામી ચિંદાનંદ સરસ્વતીજીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે યુગોથી ચાલી રહેલી બૂરાઈઓને શોધવી અને તેને ખતમ કરવી એ જાગરૂક સ્ત્રીઓનો વિશેષાધિકાર હોવો જોઈએ. જો હું સ્ત્રીરૂપે પેદા થયો હોત તો પુરુષો દ્વારા થતા અન્યાયનો ભારે વિરોધ કરત. તેમણે કહ્યું હતું કે નારી ના તો અબળા છે અને ના ખરીદ-વેચાણનો સામાન છે. તે સ્વયંને નિર્ભીક અને સ્વતંત્ર વિચારોવાળી માની લે તો સારું જીવન જીવી શકે છે.

જીવાની આંતરરાષ્ટ્રીય મહા સચિવ સાધ્વી ભગવતી સરસ્વતીજીએ કહ્યું છે કે એક માતા તેની પુત્રીની બધી જરૂરિયાતને સારી રીતે સમજતી હોય છે. એક મા જ પુત્રીના જીવનમાં બદલાવ લાવી શકે છે.

સ્વામી ચિંદાનંદ સરસ્વતીજીએ ભારત સહિત વિશ્વના વિભિન્ન દેશોથી, વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપેલી નારીઓને સન્માનિત કરી હતી. સ્વામીજી અનમે સાધ્વી ભગવતીજીના સાંનિધ્યમાં વિસ્વના અનેક દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓ અને શ્રદ્ધાળુઓને વિશ્વ સ્તરે જળની આપૂર્તિ હેતુ વિશ્વ ગ્લોબનો જળાભિષેક કર્યો હતો. સ્વામીજીએ નારીશક્તિનો સંદેશ પતાં કહ્યું હતું કે हम थे, हम है, और हम रहैंगे

  • આ જ જીવનનો મૂળ મંત્ર છે. તેમણે આજની પરમાર્થ ગંગા આરતી નારી શક્તિને સમર્પિત કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]