ભારતની નવી પ્રાદેશિક એરલાઈન, ફ્લાયબિગ

નવી દિલ્હીઃ ભારતમાં એક નવી પ્રાદેશિક એરલાઈન શરૂ થઈ રહી છે, ફ્લાયબિગ. આ નવી એરલાઈન આવતી 3 જાન્યુઆરીથી તેની સેવા શરૂ કરનાર છે. પ્રારંભિક ફ્લાઈટ ઈન્દોરથી બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ પ્રારંભિક સફર એક કલાક અને પાંચ મિનિટની હશે. પાઈલટ (જેટ એરવેઝ અને કિંગફિશર એરલાઈન્સ)માંથી એવિએશન એક્સપર્ટ તરીકે 20 વર્ષનો અનુભવ સાથે એવિએશન ક્ષેત્રના ઉદ્યોગસાહસી બનેલા સંજય માંડવિયાએ ફ્લાયબિગ એરલાઈન શરૂ કરી છે.

એરલાઈનના સીઈઓ શ્રીનિવાસ રાવનું કહેવું છે કે ફ્લાયબિગ બાદમાં અઠવાડિયામાં પાંચ ફ્લાઈટ ઓપરેટ કરશે, પરંતુ શરૂઆતના બે અઠવાડિયામાં માત્ર અઠવાડિયામાં ત્રણ ફ્લાઈટ જ ઓપરેટ કરશે. 13 જાન્યુઆરીથી ફ્લાયબિગ તેના નેટવર્ક પર ઈન્દોર-રાયપુર રૂટનો ઉમેરો કરશે અને 1 ફેબ્રુઆરીથી અમદાવાદ-ભોપાલ વિમાન સેવા શરૂ કરશે.