નવી દિલ્હી – ભારતની સૌપ્રથમ એન્જિનરહિત અને સેમી-હાઈ સ્પીડ ટ્રેન ‘ટ્રેન 18’ કદાચ 15 ડિસેમ્બરથી એની સેવા શરૂ કરશે.
ભારતીય રેલવેના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, આ ટ્રેનની હાલ મોરાદાબાદમાં અજમાયશ ચાલી રહી છે.
આ ટ્રેન દિલ્હી અને વારાણસી અથવા દિલ્હી અને ભોપાલ વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડાવવામાં આવશે.
‘ટ્રેન 18’ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે. એ સેલ્ફ-પ્રોપલ્સન મોડ્યૂલ વડે સંચાલિત છે.
અજમાયશો દરમિયાન આ ટ્રેનને 120 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ સુધી દોડાવવામાં રેલવેને સફળતા મળી છે.
એમનું લક્ષ્ય 160 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડનું છે, જે હાંસલ કરવાની એમને ખાતરી છે.
વિશ્વની ટ્રેનોમાં હોય છે એવા જ શ્રેષ્ઠ પ્રકારની સુવિધાઓ ‘ટ્રેન 18’માં પણ પ્રવાસીઓને આપવામાં આવશે. જેમ કે, ઓન-બોર્ડ વાઈફાઈ, જીપીએસ-બેઝ્ડ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ટચ-ફ્રી બાયો-વેક્યૂમ શૌચાલયો, LED લાઈટિંગ સિસ્ટમ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ, હવામાન અનુરૂપ ક્લાયમેટ કન્ટ્રોલ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.
ઝમકદાર અને ફ્રન્ટમાં બ્લુ-નોઝ અને કોન-આકારવાળી આ ટ્રેન દેખાવમાં બુલેટ ટ્રેન જેવી જ દેખાય છે.
ચમકદાર રંગવાળી ટ્રેનબ્લુ-નોઝ અને કોન-આકારવાળી ટ્રેન ટ્રેનની અજમાયશો સફળ રહી છે