રસીકરણ પ્રક્રિયાને વેગ આપોઃ કેન્દ્ર સરકાર (રાજ્યોને)

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને વિનંતી કરી છે કે તેઓ કોરોના વાઈરસને રોકવા માટે હાથ ધરવામાં આવેલી રસીકરણ ઝુંબેશને વેગ આપે. તમામ આરોગ્યકર્મીઓને રસીના બંને ડોઝ મૂકવાનું કામ કમસે કમ 20 ફેબ્રુઆરી પહેલાં પૂરું થઈ જવું જોઈએ.

એક નિવેદનમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં રસીકરણ ઝુંબેશના પ્રારંભિક દિવસ ગઈ 16 જાન્યુઆરીને જે લાભાર્થીઓના નામ નોંધાયા હતા એમને રસીનો બીજો ડોઝધ આપવાની શરૂઆત 13 ફેબ્રુઆરીથી થઈ જવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશમાં 44 લાખથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. દુનિયામાં આ સૌથી મોટી રસીકરણ ઝુંબેશ બની છે.