છેલ્લાં ત્રણ વર્ષમાં ઠગોએ 47 ટકા ભારતીયોને ઠગ્યા

નવી દિલ્હીઃ છેલ્લાં ત્રણ વર્ષોમાં સાયબર ઠગોએ દેશની આશરે અડધોઅડધ વસતિ (47 ટકા)ને શિકાર બનાવી છે. UPI અને ક્રેડિટ કાર્ડથી છેતરપિંંડી સૌથી વધુ પ્રચલિત છે, એમ એક સર્વેક્ષણ રિપોર્ટ કહે છે.

આ સર્વેક્ષણ એજન્સી લોકલ સર્કલ્સે 302 જિલ્લાઓમાં 23,000 લોકોની વચ્ચે કર્યું હતું. આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે અડધાથી વધુ લોકોને ઘરેલુ અને અથવા આંતરરાષ્ટ્રીય વેપારીઓ, વેબસાઇટો દ્વારા તેમના ક્રેડિટ કાર્ડ પર ગેરકાયદે ચાર્જ લગાવવાનો સામનો પણ કરવો પડ્યો હતો. ખાસ કરીને સર્વેમાં સામેલ લોકોમાં 43 ટકા ક્રેડિટ કાર્ડથી છેતરપિંડીનો અનુભવ કર્યો હતો, જ્યારે 36 ટકા લોકોએ છેતરપિંડી UPIની લેવડદેવડનો સામનો કર્યો હતો. આ સર્વેમાં 62 ટકા ઉત્તરદાતા પુરુષ અને 38 ટકા મહિલાઓ હતી.

રિઝર્વ બેન્કના ડેટા અનુસાર FY 24માં છેતરપિંડીના કેસોની સંખ્યામાં 166 ટકા વધારો થયો હતો, જે 36,000થી વધુ ઘટનાઓ સુધી પહોંચી ગઈ છે. આ કેસોમાં છેતરપિંડીની કુલ રકમ ગયા નાણાકીય વર્ષની તુલનામાં આશરે અડધી થઈ હતી. જે કુલ મળીને રૂ. 13,490 કરોડ હતી.

એજન્સીના અંદાજ અનુસાર 10માંથી છ ભારતીયો તેમની સાથે થયેલી છેતરપિંડીનો રિપોર્ટ અધિકારીઓ અથવા કાયદાની એજન્સીઓને નથી આપતા. શહેરી ઉત્તરદાત્તાઓમાં 43 ટકે ક્રેડિટ કાર્ડ છેતરપિંડીનો અનુભવ કર્યો હતો.

આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ઉપભોક્તાઓના વ્યક્તિગત અને નાણાકીય ડેટા સરળતાથી વેચાણ માટે ઉપલબ્ધ છે, જેનાથી એ છેતરપિંડી પ્રતિ વધુ સંવેદનશીલ થઈ જાય છે. અનેક આંતરરાષ્ટ્રીય વેબસાઇટો અને એપ્સને OTP ખરાઈની જરૂર નથી હોતી, જેથી ગેરકાયદે લેવડદેવડનું જોખમ વધી જાય છે.