નવી દિલ્હીઃ પોતાના માટે તો સૌકોઈ જીવે છે, પણ જે બીજા માટે જીવે છે, તેને વિશ્વઆખું યાદ કરે છે. આંધ્ર પ્રદેશના શિક્ષકે આવું કંઇક કરી બતાવ્યું છે, જેની પ્રશંસા વડા પ્રધાન મોદીએ 89મા એપિસોડ ‘મન કી બાત’માં કરી છે. મરકાપુરમ રામભૂપાલ રેડ્ડીએ તેની નિવૃત્તિ પછીની કમાણીને સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની પાછળ દાન કરી છે.
કેન્દ્ર સરકારે ગરીબ પરિવારોની દીકરીઓ ખાસ કરતીને ગર્લ્સ (યુવતીઓ)ના શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે નાની ડિપોઝિટ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. રામભૂપાલ રેડ્ડીએ સરકારની આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 100 દીકરીઓના એકાઉન્ટ્સ ખોલ્યાં છે અને એમાં રૂ. 25 લાખ કરતાં વધુની રકમ જમા કરાવી છે, એમ વડા પ્રધાને મન કી બાતમાં કરી હતી.
તેમણે કહ્યું હતું કે મારી જાણમાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના મરકાપુરમના રામભૂપાલ રેડ્ડીએ તેની નિવૃત્તિની બધી કમાણી દીકરીઓના શિક્ષણ માટે દાનમાં આપી છે. રામભૂપાલ રેડ્ડી આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના ગિડ્ડાલુર મંડલ ગામનો રહેવાસી છે અને શિક્ષક તરીકે કાર્યરત રહીને ગયા વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત થયો હતો. પંચાયત રાજ ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ રામભૂપાલ રેડ્ડી અનેક સારા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમને ભૂતપૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ પાસેથી બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત થયો હતો.
જોકે રામભૂપાલે જણાવ્યું હતું કે તેમનો દાનનો હેતુ પ્રસિદ્ધ લેવાનો જરાય નહોતો. તેમણે તેમના નિવૃત્તિના લાભો –રૂ. 25 લાખ જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ લેવા માટે દાનમાં આપી છે. તેમણે આ દાન કોઈ પણ જાતની અપેક્ષા વગર આપ્યું છે.