નવી દિલ્હી: દેશ અને દુનિયાના ઈતિહાસમાં આજના દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ જેની ઈતિહાસના પાને નોંધ લેવાઈ. જો ભારતની જ વાત કરવામાં આવે તો 10 ફેબ્રુઆરી 1952નો દિવસ દેશના લોકતંત્રના ઈતિહાસનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આજના જ દિવસે પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ લોકસભાની 489 બેઠકો માંથી 249 બેઠકો પર જીત મેળવીને બહુમત પ્રાપ્ત કર્યો હતો. 133 બેઠકોના પરિણામ આવવાના હજુ બાકી હતા. આ ચૂંટણી ભારતમાં લોકતંત્રની સ્થાપનાની દિશામાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.
આજના દિવસે થયેના અન્ય મહત્વની ઘટનાઓ પર એક નજર
- 1818: અંગ્રેજોની સેના અને મરાઠા સેના વચ્ચે રામપુરમા ત્રીજું અને અંતિમ યુદ્ધ લડવામાં આવ્યું.
- 1846: શીખ લડાકો અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સોબરાઉંની લડાઈની શરુઆત થઈ.
- 1921: મહાત્મા ગાંધીએ કાશી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કર્યું.
- 1921: ડ્યૂક ઓફ કનૉટ એ ઈન્ડિયા ગેટની આધારશિલા રાખી.
- 1952: આઝાદી પછી પ્રથમ લોકસભા ચૂંટણીમાં પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરીને દેશમાં લોકતંત્રની સ્થાપનાનો શંખનાદ કર્યો.
- 1990: ગુરુ ગ્રહ તરફ જતા અંતરિક્ષ યાન ગેલિલિયો પ્રથમ વખથ શુક્ર ગ્રહની સામેથી પસાર થયું.
- 1996: શતરંજને માઈન્ડની રમત માનવામાં આવે છે અને આઈબીએમ એ શતરંજ રમતું કોમ્પ્યુટર ડીપ બ્લૂ બનાવ્યું. માણસના મગજને પડકારવા શતરંજની રમતના વિશ્વ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ અને ડીપ બ્લૂ વચ્ચે ચેસની રમતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાસ્પારોવે 4-2થી મુકાબલો જીતી લીધો. જોકે, તેના બીજા વર્ષે ડીપ બ્લૂ આ હરિફાઈમાં વિજેતા રહ્યું.
- 2005: બ્રિટના પ્રિન્સ ચાર્લ્સ અને તેની જૂની મિત્ર કેમિલા પાર્કરના લગ્નની તારીખની જાહેર કરવામાં આવી.
- 2009: પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પ્રદાન કરવામાં આવ્યું. તેમને નવેમ્બર 2008માં ભારત રત્નથી સન્માનિક કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
- 2010: પાકિસ્તાનના પેશાવર નજીક ખૈબર દર્રા વિસ્તારમાં પોલીસ અધિકારીઓના કાફલા પર આત્મઘાતી હુમલો. રાહત અને બચાવ કાર્ય માટે પહોંચેલા દળને પણ નિશાન બનાવવામાં આવ્યા. આ દરમ્યાન 13 પોલીસ અધિકારઓ સહિત કુલ 17 લોકોના મોત થયા.
|