મુંબઈ: આઈઆઈટી બોમ્બે (IIT Bombay) ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે એક ગાય. અહીંની હૉસ્ટેલમાં એક ગાય ધૂસી ગઈ હતી જેને જોઈને વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ ગયા હતાં. ગાયે આઈઆઈટી સ્ટુડન્ટના પુસ્તકના પાના ખાઈ લીધા. પુસ્તકો ખાતી ગાયની તસવીરો વાયરલ થઈ છે.
આઈઆઈટીના એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર ગાયનું હોસ્ટેલમાં ઘૂસવું કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે ગાય હોસ્ટેલના રૂમમાં ઘૂસી ગઈ અને પુસ્તો ખાવ લાગી, માત્ર ગાય જ નહી કુતરાઓ પણ કેમ્પસમાં ઘૂસી જાય છે. હોસ્ટેલને લઈને ઈન્સ્ટીટ્યૂટે મોટા પગલા લેવાની જરૂર છે.
જોકે, અધિકારીઓએ આ વાયરલ તસવીરોની પ્રમાણિકતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, એ વાતની પુષ્ટી નથી કરી શકાતી કે, ફોટો IIT બોમ્બે કેમ્પસની અંદરના જ છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જુલાઈમાં આઈઆઈટી બોમ્બે ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે એક ગાય ક્લાસ રૂમમાં ઘૂસી ગઈ હતી. આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ ગયો હતો. ત્યારબાદ મેનેજમેન્ટે આ મામલાને લઈ એક કમિટીની રચના કરી હતી. જોકે, લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પૂછ્યું હતું કે, શું ગાયે જેઈઈ (JEE) પાસ કરી લીધું?