શિવલિંગવાળી જગ્યાનું રક્ષણ કરોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો છે કે વારાણસી શહેરના જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલની અંદર જે સ્થળે વિડિયો સર્વેક્ષણ દરમિયાન શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દો અને રક્ષિત કરી એને સુરક્ષા પ્રદાન કરો.

ન્યાયમૂર્તિઓ ડી.વાય. ચંદ્રચુડ અને પી.એસ. નરસિંહાની બેન્ચે જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરનાર કમિટી ઓફ મેનેજમેન્ટ અંજુમન ઈંતેઝામિયા મસ્જિદે નોંધાવેલી અરજી પરની સુનાવણી વખતે એમ પણ કહ્યું કે મુસ્લિમ લોકો કોઈ પણ પ્રકારની અડચણ વગર સંકુલની અંદરની મસ્જિદમાં નમાઝ પઢવાનું ચાલુ રાખી શકે છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં તે નવી સુનાવણી 19 મેએ કરશે.