નવી દિલ્હી: અનૌપચારિક ક્ષેત્ર, વિશેષ રૂપથી શ્રમિક વર્ગમાં શ્રમિકોના હિતની રક્ષા માટે કેન્દ્ર સરકાર ‘વન નેશન,વન પે ડે’ (એક દેશ, એક જ દિવસે પગાર) પ્રણાલી શરુ કરવાની યોજના બનાવી રહી છે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે આ અંગે માહિતી આપતા કહ્યું કે, જૂદા જૂદા ક્ષેત્રોમાં દર મહિને એક સિંગલ વેજ ડે હોવો જોઈએ જેથી શ્રમિકોને સમયસર વેતન મળી શકે. સમગ્ર દેશમાં એક સમાન વ્યવસ્થા હોવી જોઈએ. વડાપ્રધાન મોદી પણ એવુ ઈચ્છે છે કે આ કાયદો શક્ય તેટલો જલ્દી લાગુ પડે. આવી રીતે અમે તમામ ક્ષેત્રોમાં સમાન ન્યૂનતમ વેતન પર વધુ ભાર આપી રહ્યા છીએ જે શ્રમિકોની સારી આજીવિકાનું રક્ષણ કરશે.
સંતોષ ગંગવારે વધુમાં જણાવ્યુ કે સરકાર યૂનિફોર્મ મિનિમમ વેજ પ્રોગ્રામ લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે.જેમાં મજુરોના જીવનમાં ફેરફાર આવી શકશે.તેમણે કહ્યુ કે સરકાર વ્યાવસાયિક સુરક્ષા,હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ(OSH) અને વેજેજ કોડ લાગુ કરવાની દિશામાં કામ કરી છે.
સંસદમાં કોડ ઓન વેજેજને પહેલાથી જ મંજૂરી મળી ચુકી છે. હવે તેના નિયમો પર કામ કરવાનું છે. OSH કોડ લોકસભામાં 23 જુલાઇ 2019 રજુ કરવામાં આવ્યો હતો. આ કોડ સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામની પરિસ્થિતિઓ સાથે સંબંધિત 13 કેન્દ્રીય લેબર કાયદાઓને એક જ કોડમાં વિલય કરીને શ્રમિકોના કવરેજને વધારીને ખાનગી ક્ષેત્ર માટે કારગર સાબિત થશે. આ ઉપરાંત આમાં ઘણા પ્રાવધાન પણ જોડવામાં આવ્યા છે. જેમાં દરેક કર્મચારીને એપોઇન્ટમેન્ટ લેટર,વાર્ષિક ફ્રિ મેડિકલ ચેકઅપ જેવા પ્રાવધાનો જોડવામાં આવ્યા છે.