નેશનલ હાઇવેઝ આઠ પર GIS મેપિંગ જુલાઈ સુધીમાં થશે

નવી દિલ્હીઃ રોડ નેટવર્કની યોજના, અમલ અને દેખરેખ તથા પ્રોજેક્ટ સમયસર પૂરો કરાવવા માટે સરકાર નેશનલ હાઇવેઝનું GIS મેપિંગ પૂરું કરાવવા માટે દરેક પ્રયાસ કરી રહી છે. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS) ટેક્નોલોજીથી હાઇવે બનાવનારી કંપનીઓને મદદ મળવાની અપેક્ષા છે, કેમ કે એ હાઇવે પરની અડચણો કે કોઈ પ્રકારનાં વિધ્નો વિશે વિગતવાર માહિતી પૂરી પાડશે.

રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રાલયે હાઇવે બનાવનારી કંપનીઓને પ્રતિ દિન 50 કિલોમીટર રોડ બનાવવાનો ટાસ્ક આપ્યો છે. મંત્રાલયે બધી ફીલ્ડ કંપનીઓની સાથે, રાજ્ય સરકારોથી દેશના સંપૂર્ણ નેશનલ હાઇવેના નેટવર્કની GIS મેપિંગ કંપનીઓને 31 જુલાઈ સુધી પૂરા કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ કંપનીઓને ડેટા મેપિંગ માટેના ફીલ્ડ વેરિફિકેશન માટે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સનો એકત્રિત ડેટા લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.ગુજરાતના ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયોઇન્ફોર્મેટેકિસે આશરે 1,30,000 કિલોમીટરના નેશનલ હાઇવેઝનું GIS મેપિંગ કર્યું છે, પણ હવે આ ડેટાની માહિતીને મંત્રાલયની વિવિધ એજન્સીઓનાં ફીલ્ડ યુનિટ્સ માટે અપડેટ્સની જરૂર છે.GIS મેપિંગ સેટેલાઇટની ઇમેજનો ઉપયોગ કરે છે, પણ એનાથી આગળ સત્તાવાળા પ્રોજેક્ટના સટિક ફોટો પૂરા પાડે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ હાઇવેની મુખ્ય એજન્સીઓ સાથે મળીને નેશનલ હાઇવેનો સ્ટડી મોટા ભાગે પૂરો કરી લીધો છે. અપેક્ષા છે કે કંપનીઓ જો આવતા મહિનામાં પૂરો કરી લેશે તો નેશનલ હાઇવે બનાવવાનું કામ પુરઝડપે ચાલશે.