મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેર ફેલાવાની સંભાવના હોવાને કારણે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં આમજનતાને પ્રવાસ કરવાની હજી પરવાનગી આપવામાં નહીં આવે. ઠાકરેએ આ જાહેરાત આજે સાંગલીમાં પત્રકાર પરિષદમાં કરી હતી.
ઠાકરેએ ઓફિસોના માલિકો અને કંપનીઓની મેનેજમેન્ટોને અપીલ કરી છે કે તેઓ એમના કર્મચારીઓના સમયપત્રકમાં ફેરફાર કરે જેથી ટ્રેનોમાં ભીડ ન થાય.
