નવી દિલ્હી- આગામી 15મી ઑગસ્ટે દેશ 73માં સ્વતંત્ર દિવસ ઉજવવા તૈયારી કરી રહ્યો છે. દર વરસે આપણે ઉજવણીઓ તો કરતા જ હોઈએ છીએ આ વરસે ચાલો એ પણ જાણીએ કે આપણા સિવાય બીજા કયા-કયા દેશો આ જ દિવસે સ્વતંત્રતા દિવસ મનાવે છે.
15મી ઑગસ્ટે આઝાદ થયા હોય એવા ભારત ઉપરાંત પણ દેશો છે. 15 તારીખે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હશે ત્યારે અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયે આપણને 72 વર્ષ થશે. ભારત ઉપરાંત વિશ્વના 5 એવા દેશો છે જેઓ 15મી ઑગસ્ટે આઝાદ થયા હતા. ભારત સાથે સાઉથ કોરિયા, નોર્થ કોરિયા, કોંગો, બહેરીન અને લિંચેસ્ટિનને પણ 15મી ઑગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી.
નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા
દક્ષિણ કોરિયા 15 ઑગસ્ટ 1945ના રોજ આઝાદ થયું હતું. સાઉથ કોરિયાની જેમ નોર્થ કોરિયા પણ 15મી ઑગસ્ટે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. બંન્ને દેશો આ દિવસે જ યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી.
બેહરિન
15 ઑગસ્ટ 1971ના દિવસે બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી મેળવી હતી. જોકે, વર્ષ 1960ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ 15મી ઑગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. મહત્વનું છે કે, બહેરીન સ્વતંત્ર દિન 16મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ તેનો ખરો સ્વતંત્ર દિન તો 15મી ઑગસ્ટ જ છે.
કોંગો
કોંગો 15 ઑગસ્ટ 1960ના રોજ આઝાદ થયું હતું. વર્ષ 1880થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો.
લિંચેસ્ટિન
લિંચેસ્ટિનને 15 ઑગસ્ટ 1866ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશોમાનો એક છે.