બેન્ક કર્મચારીઓ માટે ખુશખબર; પગારમાં 15 ટકા વધારો કરાયો

નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળમાં જ્યાં મોટા ભાગનાં ક્ષેત્રોના લોકોનો પગાર કપાયો છે અથવા કપાવાની આશંકાથી પરેશાન છે, ત્યારે સરકારી બેન્કોના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના વેતનમાં 15 ટકા વધારાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

બેન્ક યુનિયનો અને ઇન્ડિયન બેન્ક એસોસિયેશનની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટનો દોર ગઈ કાલે પૂરો થયો અને બેન્ક કર્મચારીઓનો પગાર વધારવા માટે એક સમજૂતી થઈ હતી. ગઈ કાલે બેન્ક યુનિયનો અને ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA)ની વચ્ચે 11માં દોરની વાતચીત પૂરી થઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 31 માર્ચ, 2017ની અસરના હિસાબથી કર્મચારીઓના પગારમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે.

1 નવેમ્બર, 2017થી વધારો લાગુ થશે

સરકારી બેન્ક કર્મચારીઓના પગારમાં આ વધારો અથવા સંશોધન 1 નવેમ્બર, 2017થી લાગુ કરવામાં આવશે. પગાર અને ભથ્થાંમાં વાર્ષિક વૃદ્ધ 7898 રૂપિયાના પે સ્લિપ ઘટકો પર કામ કરે છે.પ્રદર્શનને આધારે ઇન્સેન્ટિવ (PLI) પણ મળશે

IBA અને બેન્ક યુનિયનોમાં એ વાતે સંમતિ બની હતી કે સરકરી બેન્કોમાં પણ પ્રદર્શનને આધારે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ખાનગી બેન્કો અને મલ્ટિનેશનલ બેન્કોમાં PLIની જોગવાઈ પહેલેથી છે, પરંતુ સરકારી બેન્કોમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. હવે નવા નિર્ણયને આધારે સરકારી બેન્કોમાં કર્મચારીઓને વાર્ષિક પગાર સિવાય PLI પણ આપવામાં આવશે. જોકે આને આપવાનો નિર્ણય અલગ-અલગ બેન્કોના નફાને આધારે હશે.

યુનિયનોએ હડતાળની ધમકી આપી હતી

આશરે બે વર્ષથી IBA અને બેન્ક યુનિયનોની વચ્ચે આશરે બે વર્ષથી બેઠકો અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો અને બેન્ક યુનિયનોએ પોતાની માગો ન માનવામાં આવે તો હડતાળ પર જવાની ધમકી આપી હતી.

અન્ય નિર્ણય

ગઈ કાલે એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બેન્ક કર્મચારીઓ હવે દર વર્ષે પાંચ દિવસની પ્રિવિલેજ લીવને બદલે એન્કેશમેન્ટ કરી મળી શકશે. જોકે 55 વર્ષની ઉપરના કર્મચારીઓને મામલે એને સાત દિવસને આધારે નક્કી કરવામાં આવશે.