કોરોનાના 9887 નવા કેસ અને 294નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ કોરોના કેસોની સંખ્યા વધીને 2,36,657 લાખ થઈ છે. એની સાથે ભારત સંક્રમિતોની સંખ્યા વિશ્વભરમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં કોવિડ-19થી પીડિત દર્દીઓની સંખ્યા ઇટાલીથી પણ વધુ થઈ ગઈ છે. અત્યાર સુધી આ બીમારીથી 6642 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 9887 નવા કેસ સામે આવ્યા છે અને 294 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધી અમેરિકામાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 80,229 થઈ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 80,229 થઈ છે, જેમાં 42,224 કેસ સક્રિય છે. આ બીમારીથી 35,156 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને 2849 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.