નવી દિલ્હીઃ ચંદ્રયાન 2 ના આઈઆઈઆરએસ પેલોડથી ઈસરોએ ચંદ્રની સપાટીનો પ્રથમ ચમકદાર ફોટો મળ્યો છે. ઈસરોએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ ફોટોગ્રાફ શેર કર્યો છે. આઈઆઈઆરએસને ચાંદની સપાટીથી પરાવર્તિત થનારા પ્રકાશને માપવાના ઉદ્દેશ્યથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.
નાસાએ ઈસરોના મૂન લેન્ડરને શોધવાનું કામ તેજ ગતીથી શરુ કરી દીધું છે. નાસાના એલઆરઓએ એ જગ્યાના ફોટોગ્રાફ્સ લીધા કે જે જગ્યાએ વિક્રમ પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ પહેલા ફોટો લેવાનો પ્રયત્ન ગત મહિને પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ઓછા પ્રકાશના કારણે સારા ફોટોગ્રાફ્સ કેપ્ચર ન થઈ શક્યા. નાસાના એલઆરઓ પ્રોજેક્ટના વૈજ્ઞાનિક નોઆ પેટ્રોએ જણાવ્યું કે આ વખતે પ્રકાશ ખૂબ સારો હતો.
તેમણે જણાવ્યું કે અમે શોધીશું અને જલ્દી જ માહિતી મળી જશે કે વિક્રમ સાથે શું થયું હતું. તેમણે જણાવ્યું કે તાજેતરમાં આવેલા ફોટોઝનું અધ્યયન અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવનારા કેટલાક દિવસોમાં આમલે વધારે જાણકારી મળી શકે છે.
તેમણે જણાવ્યું કે અમે જે જગ્યાના ફોટોઝ લઈ રહ્યા છે તે ખૂબ ફેલાયેલું છે. અમને ચોક્કસ જાણકારી નથી કે કઈ જગ્યાએ વિક્રમ સાથે અકસ્માત થયો. ત્યારે આવામાં અમારે ખૂબ લાંબા વિસ્તારના ફોટોઝ લેવા પડશે. એટલા માટે અમારે થોડો સમય જોશે. હવે 10 નવેમ્બરના રોજ ફરીથી એલઆરઓને વધારે ફોટોગ્રાફ્સ લેવા માટે મોકલવામાં આવશે.