નવી દિલ્હીઃ નોકરિયાત વર્ગના લોકોના ખાતામાં પગાર આવેને તરત ખતમ થઈ જાય છે, કેમ કે પગાર આવતાં પહેલાં કેટલાય પ્રકારના બીલ ચૂકવવાના હોય છે. આ સિવાય દૂધનો હિસાબ, શાકભાજી, ધોબી, હોમ લોન, કાર લોનના હપતામાં પૈસાનું એડજસ્ટમેન્ટ પહેલેથી જ થઈ જાય છે. બીજી બધા બીલ તો ચૂકવવા જ પડે છે, પણ યુવા વર્ગે પોતાના શોખ પૂરા કરવા માટે પણ વધારાના ખર્ચ કરવા પડે છે. જો તમારે પણ પગારમાંથી ફાલતુ ખર્ચ થતા હોય તો આ ત્રણ વાતો ધ્યાનમાં રાખો, જેથી ખોટા ખર્ચથી બચી શકાય છે.
ATM કાર્ડનો સૂઝબૂઝથી ઉપયોગ
ATM કાર્ડનો ઉપયોગ સૂઝબૂઝથી કરવો જોઈએ હવે બેન્કોએ ATM કાર્ડના વારંવાર ઉપયોગ પર મર્યાદા મૂકી દીધી છે. જો તમે બેન્કે આપેલી ATM કાર્ડની છૂટ કરતાં વધારે વખત એનો ઉપયોગ કરો છો તો તમને વધારાનો ચાર્જ લાગી શકે છે, માટે વધારા ચાર્જથી બચવા માટે પહેલેથી જરૂરિયાત પૂરતા પૈસા ઉપાડવાનું આયોજન કરો.
બેન્કથી ચેકબુક ના લો
બેન્કથી ચેકબુક લેવાથી બચો. ડિજિટલ યુગ હોવાથી ચેકબુક પૈસા કાઢવાનો જમાનો હવે પૂરો થયો છે. હવે બેન્કો ચેકબુકના બદલામાં કેટલીક ફીઝ પણ વસૂલે છે. આ ફી રૂ. 20થી માંડીને રૂ. 150 સુધી હોઈ શકે છે. એટેલ નેકબેન્કિંગનો ઉપયોગ વધુ કરો, જેથી આ ફીથી બચી શકો.
ક્રેડિટ કાર્ડની સમયસર ચુકવણી કરો
જો તમે ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હો તો એની ચુકવણી સમયસર કરો. આ એક સારી આદત છે. જો તમે સમયસર ક્રેડિટ કાર્ડની ચુકવણી નહીં કરો તો બેન્ક પેનલ્ટી ચૂકવવી પડશે. ક્રેડિટ કાર્ડની મોડી ચુકવણી પર 36 ટકાથી માંડીને 42 ટકા સુધીનો ચાર્જ લાગી શકે છે. માત્ર ત્રણ દિવસની મોડી ચુકવણી પર તમારે રૂ. 750નો ચાર્જ ચૂકવવો પડે એમ છે.