ઉધમપુરમાં બસસ્ટેન્ડ ખાતે બોમ્બવિસ્ફોટઃ સદ્દભાગ્યે જાનહાનિ નથી

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના ઉધમપુર શહેરમાં આજે સવારે એક બસ સ્ટેન્ડ ખાતે એક વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. તે વિસ્ફોટ ત્યાં પાર્ક કરવામાં આવેલા એક વાહનમાં થયો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

ઉધમપુર શહેરમાં આઠેક કલાકના સમયગાળામાં તે બીજો વિસ્ફોટ થયો હતો. ગઈ કાલે રાતે દોમૈલ ચોક વિસ્તારમાં એક પેટ્રોલ પમ્પ નજીક પાર્ક કરવામાં આવેલી એક બસમાં ધડાકો થયો હતો. એ ઘટનામાં બે જણ ઘાયલ થયા હતા. બીજો ધડાકો આજે વહેલી સવારે લગભગ 5.40ના સુમારે થયો હતો. એમાં વાહનને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. સદ્દભાગ્યે કોઈને ઈજા પણ થઈ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]