આસામ સરકારની લોકોને મિઝોરમની યાત્રા ન કરવાની સલાહ

ગુવાહાટીઃ આસામ અને મિઝોરમ સરહદે થયેલી હિંસક અથડામણ પછી આસામ સરકારે નાગરિકો માટે એડવાઇઝરી જારી કરીને સ્થાનિક લોકોને મિઝોરમની યાત્રાથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત મિઝોરમમાં રહેતા આસામના લોકોને પણ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે ગેરકાયદે ડ્રગ્સની સામે ઝુંબેશનો હવાલો આપીને મિઝોરમથી આવતાં બધાં વાહનોને તપાસવાનો આદેશ પણ આપ્યો છે.

આસામ પોલીલના સ્પેશિયલ DGP જીપી સિંહે આદેશ જારી કરતાં કહ્યું હતું કે મિઝોરમ અને એની આગળથી ડ્રગ કાર્ટેલની સામે હુમલા જારી રાખતાં અમે આગળ વધવાનો નિર્ણય કર્યો અને દેશના યુવાઓને સહયોગની અપીલ તેમણે કરી હતી. 26 જુલાઈએ આસામ-મિઝોરમ સરહદે વિવાદ થતાં આસામ પોલીસના કમસે કમ છ પોલીસ જવાન માર્યા ગયા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. બંને રાજ્યોનો દાવો આસામમાં કછાર અને મિઝોરમના કોલાસિબની વચ્ચેની સીમા પર છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આસામ અને મિઝોરમની સરહદે બંને બાજુના લોકો વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં અન્ય એક ડઝન ઘાયલ થયા હતા. આ ઘટના પછી બંને રાજ્યોમાં તણાવ છે.

આ ઘટના પછી કેટલીક મિઝો સોસાયટી અને યૂથ ઓર્ગેનાઇઝેશન્સ સતત આસામ અને તેના લોકો સામે ભડકાઉ નિવેદનો કરી રહ્યા છે. આસામ પોલીસની પાસે ઉપલબ્ધ વિડિયો ફટેજથી એ માલૂમ પડે છે કેટલાક નાગરિકો પાસે હથિયારો પણ છે. કેન્દ્રની દખલ પછી બંને રાજ્યો વિવાદિત વિસ્તારોમાં કેન્દ્રીય દળોની તહેનાતી માટે સહમત થયાં હતાં.