એર એશિયાએ વધારાના સામાનના ભાડામાં કાપ મૂક્યો

નવી દિલ્હીઃ એરલાઇન કંપની એર એશિયા ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રવાસ કરતા પેસેન્જરો માટે વધારાના માલસામાનના ભાડામાં ઘટાડાની જાહેરાત કરી છે. કનેક્ટિંગ ઇન્ટરનેશનલ ફ્લાઇટથી પ્રવાસ કરવાવાળા પ્રવાસીઓને આ છૂટનો લાભ મળશે, એમ કંપનીએ માહિતી આપી હતી. એરએશિયા ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સર્વિસ નથી આપતી- જેથી પ્રવાસીઓને ફ્લાઇટ્સમાં 15 કિલોગ્રામનો ચેક-ઇન બેગ લઈ જવાની મંજૂરી છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં પ્રવાસીઓને સામાન્ય રીતે ઇકોનોમી ક્લાસમાં 20-25 કિલોગ્રામ માલસામાન લઈ જવા પર ચાર્જ નથી વસૂલવામાં આવતો. નવી સર્વિસ હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આટ કિલો માલસામાન માટે રૂ. 1600, 15 કિલોગ્રામ માટે રૂ. 3000 અને 30 કિલોગ્રામ માટે રૂ. 6000 આપવાના રહેશે.

સમાન્ય રીતે એર એશિયા ઇન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રવાસીઓ પાસેથી વધારાના માલસામાન માટે   પ્રતિ કિલોગ્રામ રૂ. 500 વસૂલે છે. જેથી પ્રવાસીઓ આઠ કિલોથી વધારાના સામાન માટે રૂ. 4000 આપવા પડતા હતા. જેતી પ્રવાસીઓ ડોમેસ્ટિક ફ્લાઇટ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડતા હશે, તો ડોમેસ્ટિકમાં એર એશિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ પકડીને વધારાના સામાનના શૂલ્કમાં કાપનો લાભ મેળવી શકે છે. જોકે જે પ્રવાસીઓએ તેમની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો બોર્ડિંગ પાસ 24 કલાકની અંદર એર એશિયા ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ઇક-ઇન કાઉન્ટર પર બતાવવાનો રહેશે, એમ કંપનીએ ઉમેર્યું હતું.