વાનખેડેમાં ફરી એક વાર સચિન વિરુદ્ધ લારાનો જંગ

મુંબઈઃ મુંબઈમાં આજે ઓલ રોડસ ગોઝ ટુ વાનખેડે સ્ટેડિયમ, કેમ કે અન એકેડેમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પહેલી મેચમાં સચિન તેંડુલકરની ઇન્ડિયા લિજેન્ડ્સનો સામનો બ્રાયન લારાની વિન્ડિઝ લિજેન્ડ્સ સાથે થશે. સચિન માટે આ બહુ ભાવુક પળો હશે, કેમ કે 14 નવેમ્બર, 2013 પછી સચિન પહેલી વાર વાનખેડે સ્ટેડિયમમાં રમશે. આ મેચનું વધારે મહત્ત્વની એટલા માટે છે, કેમ કે એ રોડ સેફ્ટી પ્રતિ લોકોને જાગરુક કરવા માટે રમાઈ રહી છે.

એ જ મેદાન ને એ જ ટીમ

ભારતમાં રોડ દુર્ઘટનામાં પ્રતિ ચાર મિનિટે એક વ્યક્તિ મૃત્યુ પામે છે. જેથી રોડ અકસ્માત બાબતે જાગૃતિ ફેલાય અને અકસ્માતોમાં ઘટાડો આવે એટલા માટે આ મેચ રમાઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે સચિનની કેરિયરની છેલ્લી મેચ આ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ હતી. એટલે આ મેટ પણ સચિન વિરુદ્ધ લારા તરીકે જોવામાં આવી રહી છે.

સચિને મેચ માટે સારીએવી પ્રેક્ટિસ કરી છે અને યુવી પણ તૈયાર

ભારતીય ટીમે ગઈ કાલે સીસીઆઇમાં સારીએવી પ્રેક્ટિસ કરી છે. બધા ક્રિકેટરોએ મેદાનમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી. વર્લ્ડ કમ-2011ની જીતના હીરો યુવરાજ સિંહે કહ્યું હતું કે શરીર થાકી ગયું છે, પણ જોસ્સો બુલંદ છે. વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના અનેક ખેલાડીઓને મેદાનમાં પાછા ફરવું સારું લાગી રહ્યું હતું. અમે સિરિયસ ક્રિકેટ રમવા માટે તૈયાર છીએ, કારણ કે આ મેચ સારા ઉદ્દેશ સાથે રમાઈ રહી છે. સચિન સારી મહેનત કરી રહ્યો છે, પણ ફિલ્ડિંગની ચિંતા છે.

યુવરાજે કહ્યું હતું કે રોડ સેફ્ટી બહુ મહત્ત્વનો સંદેશ છે, જે અને ટુર્નામેન્ટના માધ્યમથી આપવા માગીએ છીએ.આ સંદેશ  પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચશે, જેના પર આપણે વધુ ધ્યાન નથી આપતા. આપણે ઓફિસ, પરિવાર અને અન્ય બાબતો વિશે વધુ વિચારીએ છીએ.

લારાની ટીમે પણ આકરી તૈયારી કરી

પાંચ રાષ્ટ્રોની આ ટુર્નામેન્ટમાં લારા વિન્ડિઝની ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. જોકે કાર્લ હૂપરે અભ્યાસ સત્રનું નેતૃત્વ કર્યું હતું. શિવનારાયણ ચંદ્રપોલે લાંબી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. જેથી મેદાન પર રસાકસીભરી મેચ રમાશે, એ નક્કી.

આ મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે અને ટીમ રોડ સેફ્ટી પ્રતિ જાગરુકતા ફેલાવવા તૈયાર છે. આ મેચનો સમય સાંજે સાત કલાકનો છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]