અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં એમ્બેસી કાયમ માટે બંધ કરી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં પોતાની એમ્બેસી કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાના ડિપ્લોમેટિક મિશને નિવેદન જારી કરીને આની માહિતી આપી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હીમાં એમ્બેસી બંધ કરવાનો નિર્ણય આજથી અમલમાં આવી ગયો છે.

અફઘાનિસ્તાનનું કહેવું છે કે એને ભારત તરફથી સતત પડકારો મળી રહી છે. એમ્બેસીએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન એમ્બેસીને સતત પડકારો મળવાને કારણે 23 નવેમ્બર, 2023થી નવી દિલ્હીમાં રાજકીય મિશનને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.

એમ્બેસી બંધ કરવાનું કારણ 30 સપ્ટેમ્બરે જ એની કામગીરી બંધ કરી દીધી હતી. ત્યાર બાદ એને ભારત સરકાર તરફથી કોઈ સહયોગ નહોતો મળ્યો. વિયેના કન્વેશન 1961 મુજબ ભારત સરકાર પાસે માગ કરવામાં આવી હતી કે એમ્બેસીની સંપત્તિ, બેન્ક એકાઉન્ટ, વાહનો અને અન્ય સંપત્તિઓની કસ્ટડી તેમને આપવામાં આવે, એમ અફઘાનિસ્તાને કહ્યું હતું.

અમારું માનવું છે કે ભારતમાં મિશનને બંધ કરવા અને મિશનના સંરક્ષક અધિકારને યજમાન દેશમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય અફઘાનિસ્તાનના હિતમાં છે. છેલ્લા બેછી અઢી વર્ષમાં ભારતમાં અફઘાની લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે અને ઓગસ્ટ, 2021માં એ આંકડો અડધો થઈ ગયો છે. વળી, આ દરમ્યાન બહુ ઓછી સંખ્યામાં નવા વિસા જારી કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વેપારીઓ દેશ છોડીને જઈ રહ્યા છે.ઓગસ્ટ, 2021 પછી એ સંખ્યા આશરે અડધી થઈ ગઈ છે. ભારતમાં અફઘાનિસ્તાનના ઇન્ચાર્જ એમ્બેસડર ફરીદ મામુદજઈ હતા, પણ તેમની નિમણૂક અફઘાનિસસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી થઈ એ પહેલાં થઈ હતી.