નવી દિલ્હીઃ ઈન્ડિયન નેવીના આશરે 60 વર્ષ જૂના ચેતક હેલિકોપ્ટરની જગ્યાએ હવે નવા નેવી યૂટિલિટી હેલિકોપ્ટર આવશે. નેવીએ આના માટે ઈન્ડિયન સ્ટ્રેટજિક પાર્ટનર અને વિદેશી મેન્યુફેક્ચરરની શોધ શરુ કરી દીધી છે. રક્ષામંત્રાલયે આના માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યું છે.
નેવીને 111 નેવી યૂટિલિટી હેલિકોપ્ટરની જરુરિયાત છે જે ચેતક હેલિકોપ્ટને રિપ્લેસ કરશે. ઈન્ડિયન નેવી ચેતક હેલિકોપ્ટરનો ઉપયોગ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન, લો ઈન્ટેન્સિટી, મેરીટાઈમ ઓપરેશન, પેસેન્જર રોલ અને કેટલીક એન્ટી સબમરીન બોરફેર ઓપરેશનમાં પણ કરે છે. આમ તો 2015માં ચેતક હેલિકોપ્ટરને રિપ્લેસ કરવા માટે રિક્વેસ્ટ ઓફ ઈન્ફોર્મેશન જાહેર કરવામાં આવી હતી પરંતુ પછી તેને વિડ્રો કરી લેવામાં આવી.
વર્ષ 2017માં ફરીથી નવી આરએફઆઈ જાહેર કરવામાં આવી જેમાં કહેલાયું હતું કે નવા હેલિકોપ્ટર સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દ્વારા લેવામાં આવશે. એટલે કે વિદેશી મેન્યુફેક્ચરિંગ કંપનીએ હેલિકોપ્ટર ભારતમાં બનાવવાના રહેશે. તો આ સાથે જ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ટૂ એન્જિન હેલિકોપ્ટરની જરુર છે જે વધારે સુરક્ષીત હોય છે.
ચેતક હેલિકોપ્ટર નેવી પાસે ઉપ્લબ્ધ સૌથી જૂના હેલિકોપ્ટર છે જેની ટેક્નોલોજી 1960ની છે. નેવીએ જે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યું છે તેમાં કહેવાયું છે કે ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરને મેન્યુફેક્ચરિંગ લાઈન ભારતમાં બનાવવાની રહેશે અને 111 માંથી ઓછામાં ઓછા 95 હેલિકોપ્ટર ભારતમાં જ બનાવવાના રહેશે.