કોરોનાના 58,077 નવા કેસ, 657નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,077 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 657 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,25,36,137 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,07,179 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,13,31,158 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,50,407 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6,97,802એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.17 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,91,678 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 74.76 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.89 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.76 ટકા છે.

 દેશમાં 171.79 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,71,79,51,432 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 48,18,867 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]