કોરોનાના 5609 નવા કેસ અને 132 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના સંકટને પગલે દેશભરમાં જારી રહેલા લોકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો અટકવાનું નામ નથી લેતો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા તાજા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,359 થઈ ગઈ છે અને 3435 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 5609 નવા કેસો સામે આવ્યા છે અને 132 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 45,300 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 40.31 ટકા થયો છે.

દિલ્હીમાં 50થી 50 વયના લોકોમાં મોતનું પ્રમાણ 26 ટકાથી વધુ

દિલ્હીમાં કોવિડ-19ને લીધે જીવ ગુમાવનારા લોકોમાંથી 26 ટકાથી વધુ લોકો 50થી 59 વયના વર્ગના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કોરોના વાઇરસથી 176 લોકોનાં મોત થયાં છે. બુધવારે આ સંક્રમણના 534 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી શહેરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 11,000ને પાર થઈ ગઈ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.