400 નક્સલવાદીઓએ CRPFના જવાનોને ત્રણ-બાજુથી ઘેર્યા હતા

રાયપુરઃ છત્તીસગઢના બિજાપુરનાં જંગલોમાંથી 17 સુરક્ષા કર્મચારીઓનાં શબ મળી આવ્યાં છે. ચાર વર્ષમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવ્યા અત્યાર સુધીનાં ઘાતક હુમલામાં 22 જવાનોનાં મોત થયાં છે. જોકે આ જવાનોને ત્રણ બાજુએથી આશરે 400થી વધુ માઓવાદીઓએ ઘેર્યા હતા. વનસ્પતિ રહિત ક્ષેત્રમાં તેમના પર મશીનગન દ્વારા કેટલાક કલાકો સુધી IEDનો વરસાદ થયો હતો.

CRPFના ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહ કે જેમણે ગૃહપ્રધાન અમિત શાહને આ જવાનોની શહાદત પર રાજ્યની મુલાકાત માટે નિર્દેશત કર્યા હતા, તેમણે સ્વીકાર કર્યો હતો કે શનિવારે ઘાતક હુમલા દરમ્યાન તેમના જવાનો હેરાન અને આઘાતમાં હતા. આ ઘટનાક્રમ વિશે અન્ય અધિકારીઓએ કહ્યું હતું કે સેના નક્સલીઓના રસ્તામાં સેના આવી ગઈ હોય.

આ હુમલામાં 22 જવાનો પૈકી CRPFએ સાત કોબ્રા કમાન્ડો અને એક બસ્તરિયા બટાલિયનના એક યુવાન સહિત આઠ જવાનો ગુમાવ્યા છે.  આ ઉપરાંત આઠ જવાનો DRG અને પાંચ જવાનો સ્પેશિયલ ટાસ્ક ફોર્સના હતા. વળી, હજી એક CRPFનો એક ઇન્સ્પેક્ટર હજી ગુમ છે, એમ તેમણે કહ્યું હતું.

આ હુમલામાં 10-12 માઓવાદીઓ પણ મૃત્યુ પામ્યા હતા અને 31 સુરક્ષા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા હતા, એવું માનવામાં આવે છે. ઘાયલ કર્મચારીઓ માટે હેલિકોપ્ટરની જરૂર હતી, જે શનિવારે સાંજે પાંચ કલાક પછી પહેલી વાર લેન્ડિંગ કરી શકતા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું. નક્સલવાદીઓ દ્વારા આ હુમલામાં આશરે બે ડઝન હથિયાર પણ લૂંટવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ કહ્યું હતું કે એક ગુપ્ત સૂચના મળી હતી કે છત્તીસગઢના બિજાપુર-સુકમા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તારેમમાં એક ખૂનખાર નક્સલી કમાન્ડર મડવી હિડમા હાજર છે, એ પછી સેનાએ હુમલા માટે યોજના બનાવી હતી, પણ નકસ્લવાદીઓએ  તેમની પર યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો હતો.