કોરોનાના 3545 નવા કેસ, 27નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3545 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ આશરે 8.2 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 27 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 189.81 કરોડ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,94,938 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,002 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,51,248 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3549 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,688એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,65,918 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.03 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.98 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.76 ટકા છે.

દેશમાં 189.81 લાખ  રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,89,81,52,695 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 16,59,843 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]