કોરોનાના 29,398 નવા કેસો, 414નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,398 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 414 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 97,96,769 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,42,186 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 92,90,834 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,63,749એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

રિજિયોનલ કોરોના વેક્સિન સ્ટોરેજ કેન્દ્ર તૈયાર

કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત વેક્સિનના સ્ટોરેજ તેમ જ વિતરણ માટે વહીવટી તંત્ર દ્વારા હાલ જોરશોરથી આયોજન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે રિજિયોનલ વેક્સિન સ્ટોર પૂર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું હોવાનુ આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું છે. રાજકોટમાં આઠ જિલ્લા અને  ત્રણ મહાનગરપાલિકામાં વેક્સિન સપ્લાય કરવામાં આવશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.