કોરોનાના 14,516 નવા કેસ, 375નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,516 નવા કેસ સામે આવ્યા છે અને 375 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,95,048 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 12,948 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,13,831 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,68,269એ પહોંચી છે. રિકવરી રેટ 54.12 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,000ને પાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,000ને પાસ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 3137 નવા રેકોર્ડ કેસ સામે આવ્યા છે, એની સાથે અહીં સંક્રમિતોનો આંકડો વધીને 53,116એ પહોંચી ગયો છે..  આ સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 2035 લોકોનાં મોત થયાં છે.

 મહારાષ્ટ્રમાં કોરોનાના 3727નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 3727નવા કેસ સામે આવ્યા છે અને 142 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,24,331 થઈ ગઈ છે, જેમાંથી 5893 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 87 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,62,519 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 87,57,750એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]