5Gનું ટેસ્ટિંગ સફળ થતાં આગામી વર્ષે 5G સર્વિસ શરૂ થવાની આશા

કાનપુરઃ દેશને 4Gથી 5Gના દોરમાં લઈ જવાના પ્રયાસોમાં લાગેલા નિષ્ણાતોને પહેલા જ ટેસ્ટિંગમાં સફળતા હાથ લાગી છે. કેટલાક દિવસો પહેલાં જ 5G નેટવર્ક પર કોલ કરવાની સાથે જ ડેટા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે. આનાથી આગામી વર્ષે 5G સર્વિસ શરૂ થવાની આશા વધી ગઈ છે. ટેસ્ટિંગ બેઝ સ્ટેશન માટે તૈયાર પહેલા વર્ઝન પર કરવામાં આવી હતી. આ વર્ઝન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), કાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને IIT મદ્રાસના સહયોગથી બનાવવામાં આવ્યું હતું.

વોઇસ કોલિંગ ક્વોલિટી 4Gની સર્વિસથી સારી મળી

વોઇસ કોલિંગ ક્વોલિટી 4Gની સર્વિસથી સારી મળી છે, જ્યારે ડેટા સ્પીડ 5Gથી થોડી ઓછી રહી. હવે એડવાન્સ વર્ઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. IITના નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં સૌપ્રથમ વાર 5G પર ટેસ્ટિંગ મેના છેલ્લા સપ્તાહમાં કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ બેઝ સ્ટેશનનું નિર્માણ, એને સંપૂર્ણ રીતે ચાલુ કરવા માટે માર્ચ, 2021 સુધીનો સમય નિર્ધારિત છે. IITના ઇલેક્ટ્રિકટ એન્જિનિયરિંગ વિભાગના પ્રો. રોહિત બુદ્ધિરાજા અને તેમની ટીમ બેઝ સ્ટેશનના બેઝ બેન્ક યુનિટ અને IIT મદ્રાસ રિમોટ રેડિયો હેડ બન્યા રહ્યા.

આ પ્રકારના કોઈ પણ નેટવર્કના સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ પહેલી વાર ભારતમાં થયું

સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ( SAMEER-સમીર) એન્ટિનાની ડિઝાઇન તૈયાર કરી રહ્યું છે. આ પ્રકારના કોઈ પણ નેટવર્કના સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ પહેલી વાર ભારતમાં થઈ રહ્યું છે. IITના નિષ્ણાત બેઝ સ્ટેશનનાં બધાં ઉપકરણોના સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ કરી રહ્યા છે, જ્યારે એની નિર્માણ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત કરવામાં આવશે.

પાવર નિયંત્રણમાં રહેશે

પ્રો. રોહિતના જણાવ્યા મુજબ 5Gની સર્વિસ પાવર સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રહેશે. મોબાઇલ અને ડેટા ટ્રાન્સફર માટે સિગ્નલને જેટલી પાવરની જરૂર હશે, એટલી જ બેઝ સ્ટેશનને મળી શકશે. 4Gના ટાવરમાં આઠથી 10 એન્ટિના લાગે છે, જ્યારે 5Gમાં 128 લાગેલાં રહેશે. પાવર અને સિગ્નલને ચેક કરવા માટે કેટલાય પ્રકારના ટેસ્ટિંગ બેન્ડ બનાવવામાં આવ્યા છે, જેના પર કામ થઈ રહ્યું છે.

આ ખૂબીઓ હશે

5Gની મહત્તમ સ્પીડ પાંચ ગિગાબાઇટ પ્રતિ સેકન્ડ રહેશે, જ્યારે 4Gમાં 250 MPBS સ્પીડ રહે છે. હાલના સમયમાં કોલિંગ દરમ્યાન હોટ સ્પોટ કેટલાક સમય માટે બંધ થઈ જાય છે, જ્યારે 5Gમાં હોટ સ્પોટ જારી રહેશે.

કોર નેટવર્ક પર કામ

IIT કાનપુર અને મુંબઈ 5Gના કોર નેટવર્ક પર કામ કરી રહ્યાં છે. આ મોબાઇલના પ્રિપ્રેડ અને પોસ્ટ પેડ બિલિંગથી સંબંધિત છે. આમાં સંસ્થાના ડિરેક્ટર પ્રો. અભય કરન્દીકર સહિત કેટલાય નિષ્ણાતો સામેલ છે.