નશો કરીને વાહન હંકારતા 416 સામે કાર્યવાહી

થાણેઃ મુંબઈની પડોશના થાણે શહેરની પોલીસે ગઈ કાલે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂનો નશો કરીને કાર-ટ્રક સહિત ચાર-પૈડાંવાળા વાહનો હંકારતા 416 ગુનેગારો સામે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસે આ ઉપરાંત ડ્રાઈવરોને દારૂનો નશો કરીને વાહન હંકારવાની છૂટ આપવા બદલ એમની સાથે પ્રવાસ કરી રહેલા બીજા 200 જણ સામે પણ કાર્યવાહી કરી છે.

થાણે પોલીસે આ તમામ લોકો સામે ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી) અને મોટર વેહિકલ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે આ ઉપરાંત દારૂનો નશો કરીને સ્કૂટર-મોટરબાઈક ચલાવનાર 400થી વધારે લોકો સામે પણ દંડાત્મક પગલાં લીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]