ઇન્નોવેટરે કોરોના વોરિયર્સ, દર્દીઓને માટે ત્રણ-રોબોટ વિકસાવ્યા

મુંબઈઃ મુંબઈસ્થિત ઇન્નોવેટર સંતોષ હુલાવાલે કોરોના રોગચાળામાં આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓને મદદ કરવા માટે ત્રણ રોબોટ વિકસિત કર્યા છે. જેનાથી ડોક્ટરો પર કામનું ભારણ થોડું ઓછું થશે. સંતોષે તેની આઠ સભ્યોની ટીમની મદદથી મલ્ટિપલ સર્વિસ રોબોટ (MSR), સર્વિસ હ્યુમનોઇડ રોબોટ (SHR) અને એક ડિઝેસ્ટર મેનેજમેન્ટ રોબોટ (DMR) વિકસિત કર્યા છે. ઇન્નોવેટરના જણાવ્યાનુસાર રોબોટ સંપૂર્ણ રીતે ભારતમાં વિકસિત કરવામાં આવ્યા છે.   સંતોષે દાવો કર્યો હતો કે MSR કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા ટમાં પ્રી-પ્રોગ્રામ કરી શકાય છે. જો આપણે ઇચ્છીએ કે રોબોટ કોઈ ખાસ પ્રકારના ભોજન અથવા દવાને વિશેષ દર્દીઓ સુધી પહોંચાડવા માટે પ્રોગ્રામ કરી શકાય છે. જોકે રોબોટને માનવીય કાર્યમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.

SHR વિશે તેમણે કહ્યું હતું કે મૂળ રૂપે એ એક હ્યુમનોઇડ રોબોટ છે, જેનો ઉપયોગ દર્દીઓને માનવીય અનુભવ આપવા માટે કરી શકાય છે. એ ભોજન, પાણી અને દવા આપવા સિવાય માત્ર મૌખિક રૂપે શારીરિક રૂપે દર્દીઓ સાથે વાતચીત કરી શકે છે.

આ રોબોટ ડાન્સ કરી શકે છે, હાથ મિલાવી શકે છે. ગુડબાય કરી શકે અને ક્વોરન્ટિનમાં લોકોમાં મનોરંજનમાં મદદ કરી શકે છે, જ્યારે DMR 200 કિલો સુધીનું વજન ઉઠાવી શકે છે.

એ દર્દીઓને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ અથવા ક્વોરન્ટિન સેન્ટર અને પરત લઈ શકે છે અને શારીરિક રૂપે  અક્ષમ લોકોને રેસ્ટ રૂમ્સ  અને પરત લઈ જઈ શકે છે. સંતોષ છેલ્લાં 20 વર્ષથી રોબોટિક્સના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. મેં અત્યાર સુધી 48 રોબોટ્સ બનાવ્યા છે અને 18 રોબોટને વિકસિત કર્યા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]