મુંબઈ: વિલેપાર્લે સ્થિત વલ્લભનિધિ હવેલીમાં કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીના દરબારમાં કેરી મનોરથની ઝાંખી જોઈ હાજર દરેક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે મંગળા આરતી બાદ ઠાકોરજીને મોગરાન કળીનો શણગાર કરવામાં આવ્યો હતો.
દર વર્ષે જેઠ મહિનામાં શ્રી ઠાકોરજીને કેરી ફળ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે ઠાકોરજીને અગિયાર હજાર જેટલી કેરી અર્પણ કરવામાં આવી હતી.
કેરી મનોરથનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે. તેને આમ્ર ઉત્સવ પણ કહેવામાં આવે છે.
આમ્ર ઉત્સવના દિવસે બહેનોએ સવારથીથ ઠાકોરજીનો શણગાર શરૂ કરી દીધો હતો. પ્રેમ ભાવે કરેલો મોગરાની કળીનો શણગાર ખુબ જ આકર્ષક લાગે છે. જ્યારે કે સાંજે કેરી મનોરથ યોજાયો હતો.
આ ઉત્સવમાં અસંખ્ય વૈષ્ણવ ભક્તો સામેલ થયાં હતા. આમ્ર ઉત્સવ બાદ ભક્તોને કેરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.